શોધખોળ કરો

Presidential Election : દ્રૌપદી મુર્મૂના કલકત્તા પ્રવાસથી ધર્મ-સંકટમાં ફસાયા મમતા બેનર્જી, જાણો શું છે સમગ્ર મામલો

Presidential Election News : મમતા બેનર્જીને ડર છે કે જો તેઓ દ્રૌપદી મુર્મૂનો વિરોધ કરશે તો બંગાળની સાતથી આઠ ટકા આદિવાસી વસ્તી તેમનાથી નારાજ થઈ શકે છે.

President Election 2022: મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને લઈને મૂંઝવણમાં છે. પાર્ટીને આશંકા છે કે મુર્મૂના વિરોધના કારણે  પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે પંચાયત ચૂંટણી અને 2024ની લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યના આદિવાસી મતદારો તેમનાથી નારાજ થઈ શકે છે.

પશ્ચિમ બંગાળની વસ્તીમાં આદિવાસીઓનો હિસ્સો સાતથી આઠ ટકાની વચ્ચે છે. આદિવાસીઓ રાજ્યની 47 વિધાનસભા અને સાત લોકસભા બેઠકોમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે, જે જંગલમહાલ પ્રદેશમાં ફેલાયેલી છે - પુરુલિયા, પશ્ચિમ મેદિનીપુર, બાંકુરા અને ઝારગ્રામ અને જલપાઈગુડી અને અલીપુરદ્વાર.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના સંયુક્ત ઉમેદવાર તરીકે યશવંત સિંહાના નામ પર સર્વસંમતિ સાધવામાં તૃણમૂલ કોંગ્રેસે મહત્વની ભૂમિકા ભજવી હતી. જો કે, મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિવેદનથી પાર્ટીની દુવિધા છતી થઈ છે કે જો NDAએ દ્રૌપદી મુર્મૂને મેદાનમાં ઉતારતા પહેલા વિરોધ પક્ષો સાથે ચર્ચા કરી હોત તો તે સર્વસંમતિથી ઉમેદવાર બની શકી હોત.

મમતાએ દ્રૌપદી મુર્મૂને લઈને આ નિવેદન આપ્યું હતું
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગયા અઠવાડિયે જ કહ્યું હતું કે જો ભાજપે દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મેદાનમાં ઉતારતા પહેલા વિરોધ પક્ષો સાથે ચર્ચા કરી હોત તો તે સર્વસંમતિથી ઉમેદવાર બની શકે તેમ હતી.

દ્રૌપદી મુર્મૂનો કલકત્તા પ્રવાસ 
તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ આજે કોલકાતા જશે. જ્યાં તે 18 જુલાઈએ યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળના ભાજપના સાંસદો અને ધારાસભ્યોને મળશે. જણાવી દઈએ કે દ્રૌપદી મુર્મૂ આ દિવસોમાં સાંસદોનું સમર્થન મેળવવા માટે અલગ-અલગ રાજ્યોની મુલાકાત લઈ રહી છે અને આ ક્રમમાં તે આજે 11 જુલાઈએ સાંજે કોલકાતા પહોંચશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત

રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે

હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ

મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન

ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ

Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ

નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું

ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ

Embed widget