શોધખોળ કરો

મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન

દેશની ઘણી એફએમસીજી કંપનીઓ ઉત્પાદનની વધતી જતી કિંમત અને કસ્ટમ ડ્યુટીમાં વધારાની ભરપાઈ કરવા માટે તેમના ઉત્પાદનોના ભાવમાં વધારો કરવા જઈ રહી છે.

Inflation Impact on household items: નવા વર્ષમાં ફરી એકવાર મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો. દેશની અગ્રણી FMCG કંપનીઓ હિન્દુસ્તાન યુનિલિવર, ગોદરેજ કન્ઝ્યુમર, ડાબર, ટાટા કન્ઝ્યુમર, પાર્લે પ્રોડક્ટ્સ, વિપ્રો કન્ઝ્યુમર, મેરિકો, નેસ્લે અને અદાણી વિલ્મર ઉત્પાદનની વધતી કિંમત અને કસ્ટમ ડ્યુટીમાં વધારાની ભરપાઈ કરવા સામાનના ભાવમાં વધારો કરવા જઈ રહી છે. છે.

ચાની પત્તીથી લઈને સાબુ મોંઘા થશે

કંપનીઓના આ નિર્ણયને કારણે નવા વર્ષમાં ચાની પત્તી, તેલ, સાબુ અને ક્રીમના ભાવમાં 5-20 ટકાનો વધારો થવાની સંભાવના છે. આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ખાદ્યતેલની આયાત પરની ડ્યૂટીમાં 22 ટકાનો વધારો થયો હતો અને આખા વર્ષમાં તેમાં 40 ટકાનો વધારો થયો હતો. ગયા વર્ષે 2023માં ખાંડ, ઘઉંનો લોટ અને કોફી જેવી ઘણી કોમોડિટીના ઉત્પાદન ખર્ચમાં વધારો જોવા મળ્યો હતો.

પારલે ઉત્પાદનો પણ મોંઘા થશે

પાર્લેના વાઇસ પ્રેસિડેન્ટ મયંક શાહે આ સંદર્ભમાં ઈકોનોમિક્સ ટાઈમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અમે અમારી કંપનીના ઉત્પાદનોની કિંમતો વધારવા જઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે, એક વર્ષ પછી કિંમત આટલી વધી જશે. અમે આશા રાખીએ છીએ કે તેનાથી ઉત્પાદનોની માંગ પર અસર નહીં થાય. આ સાથે પારલે તેના તમામ ઉત્પાદનોના પેકેજિંગને વધેલી કિંમતો સાથે પ્રિન્ટ કરવા માટે તૈયાર છે.

રિટેલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ બિઝોમના તાજેતરના ડેટા અનુસાર, ગ્રામીણ ભાગોમાં માંગમાં વધારો થવાને કારણે દેશનો FMCG ઉદ્યોગ વાર્ષિક ધોરણે 4.3 ટકા વધ્યો હતો, જ્યારે નવેમ્બરમાં તે નીચા વેચાણને કારણે 4.8 ટકા ઘટ્યો હતો શહેરી અને ગ્રામીણ પ્રદેશોમાં માલના વેચાણમાં એક વર્ષ અગાઉની સરખામણીમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ડાબર સહિતની આ કંપનીઓ પણ કિંમત વધારવા માટે તૈયાર છે

હિન્દુસ્તાન યુનિલિવરે પણ સાબુ અને ચાના ભાવમાં વધારો કર્યો છે. ડાબરે હેલ્થકેર અને ઓરલ કેર પ્રોડક્ટ્સના ભાવમાં પણ વધારો કર્યો છે, જ્યારે નેસ્લેએ તેની કોફીની કિંમતમાં વધારો કર્યો છે.

ટૂથપેસ્ટ અને મધ બનાવતી કંપની ડાબરના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર અંકુશ જૈને જણાવ્યું હતું કે, કંપનીએ કેટલીક પસંદગીની કેટેગરીમાં કિંમતોમાં વધારો કર્યો છે જેથી સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી વસ્તુઓના ભાવમાં વધારાથી લોકોને વધુ અસર ન થાય. કંપનીનું કહેવું છે કે તેમને આશા છે કે આ વધેલા ભાવની આગામી બે ક્વાર્ટરમાં શહેરી માંગ પર કોઈ ખાસ અસર નહીં પડે અને ગ્રાહકો આટલું પરવડી શકશે.

આ પણ વાંચો....

Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

શું ગુજરાત પર કોઈ મોટો ખતરો છે? DGP એ તમામ SP અને કમિશનરોને આપ્યું 100 કલાકનું અલ્ટીમેટમ, 30 વર્ષનો રેકોર્ડ તપાસાશે
શું ગુજરાત પર કોઈ મોટો ખતરો છે? DGP એ તમામ SP અને કમિશનરોને આપ્યું 100 કલાકનું અલ્ટીમેટમ, 30 વર્ષનો રેકોર્ડ તપાસાશે
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા! ખુદ મંત્રીએ જ કબૂલ્યું સત્ય? જુઓ વાયરલ વીડિયો
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા! ખુદ મંત્રીએ જ કબૂલ્યું સત્ય? જુઓ વાયરલ વીડિયો
બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા, હાર બાદ RJDની સમીક્ષા બેઠક 
બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા, હાર બાદ RJDની સમીક્ષા બેઠક 
‘વિદ્યાર્થીઓને કચડી નાખો...’ - શેખ હસીનાના આ એક આદેશે તેમને પહોંચાડ્યા ફાંસીના માંચડે!
‘વિદ્યાર્થીઓને કચડી નાખો...’ - શેખ હસીનાના આ એક આદેશે તેમને પહોંચાડ્યા ફાંસીના માંચડે!
Advertisement

વિડિઓઝ

Ambalal Patel Prediction: ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Sheikh Hasina Gets Death Penalty : ઈંટરનેશનલ ક્રાઈમ ટ્રીબ્યુનલ કોર્ટે શેખ હસીનાને સંભળાવી ફાંસીની સજા
Ahmedabad news : અમદાવાદ સિવિલ હોસ્પિટલની ડેંટલ હોસ્પિટલનું સામે આવ્યું ભોપાળું
Bhavnagar Murder Case: ભાવનગરમાં ફોરેસ્ટ વિભાગનો અધિકારી જ બન્યો પરિવારનો હત્યારો
Ahmedabad Accident News: અમદાવાદમાં ફરી એક નબીરાએ રફ્તારનો કહેર સર્જીને હાહાકાર મચાવ્યો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ગુજરાત પર કોઈ મોટો ખતરો છે? DGP એ તમામ SP અને કમિશનરોને આપ્યું 100 કલાકનું અલ્ટીમેટમ, 30 વર્ષનો રેકોર્ડ તપાસાશે
શું ગુજરાત પર કોઈ મોટો ખતરો છે? DGP એ તમામ SP અને કમિશનરોને આપ્યું 100 કલાકનું અલ્ટીમેટમ, 30 વર્ષનો રેકોર્ડ તપાસાશે
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા! ખુદ મંત્રીએ જ કબૂલ્યું સત્ય? જુઓ વાયરલ વીડિયો
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા! ખુદ મંત્રીએ જ કબૂલ્યું સત્ય? જુઓ વાયરલ વીડિયો
બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા, હાર બાદ RJDની સમીક્ષા બેઠક 
બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા, હાર બાદ RJDની સમીક્ષા બેઠક 
‘વિદ્યાર્થીઓને કચડી નાખો...’ - શેખ હસીનાના આ એક આદેશે તેમને પહોંચાડ્યા ફાંસીના માંચડે!
‘વિદ્યાર્થીઓને કચડી નાખો...’ - શેખ હસીનાના આ એક આદેશે તેમને પહોંચાડ્યા ફાંસીના માંચડે!
10,000 ની SIP એ માત્ર 5 વર્ષમાં ડબલ કર્યા પૈસા, આ સ્કીમે આપ્યું કુલ 108% રિટર્ન
10,000 ની SIP એ માત્ર 5 વર્ષમાં ડબલ કર્યા પૈસા, આ સ્કીમે આપ્યું કુલ 108% રિટર્ન
Rain: ભરશિયાળે ફરી વરસશે વરસાદ? અંબાલાલ પટેલે ફરી કરી આગાહી, આ તારીખે થશે માવઠું
Rain: ભરશિયાળે ફરી વરસશે વરસાદ? અંબાલાલ પટેલે ફરી કરી આગાહી, આ તારીખે થશે માવઠું
રોકેટ બન્યા આ ડિફેન્સ કંપનીના શેર, 100 કરોડના આર્મી ઓર્ડરની અસર, રોકાણકારોને બખ્ખા 
રોકેટ બન્યા આ ડિફેન્સ કંપનીના શેર, 100 કરોડના આર્મી ઓર્ડરની અસર, રોકાણકારોને બખ્ખા 
Delhi Air Quality: દિલ્હીમાં આજે સીઝનનો સૌથી ઠંડો દિવસ, હવાની ગુણવત્તા 'ખૂબ જ ખરાબ'
Delhi Air Quality: દિલ્હીમાં આજે સીઝનનો સૌથી ઠંડો દિવસ, હવાની ગુણવત્તા 'ખૂબ જ ખરાબ'
Embed widget