શોધખોળ કરો
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગે દેશને કરશે સંબોધિત, જાણો વિગતે
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 માર્ચે દેશને સંબોધન કર્યુ હતું, તે સમયે ભારતે એન્ટી-સેટેલાઇટ મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યુ હતું
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેંચવા અને અનુચ્છેદ 370 કલમ હટાવવાના નિર્ણય પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્ર 8 વાગે દેશને સંબોધિત કરશે.
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 માર્ચે દેશને સંબોધન કર્યુ હતું, તે સમયે ભારતે એન્ટી-સેટેલાઇટ મિસાઇલનું સફળ પરિક્ષણ કરતાં લાઇવ સેટેલાઇટને તોડી પાડ્યો હતો. તે સમયે દેશમાં આચાર સંહિતા લાગુ હતી, અને 11 એપ્રિલથી 17મી લોકસભા માટે ચૂંટણી થવાની હતી.
આ પહેલા આકાશવાણી દ્વારા એવી જાણકારી આપવામાં આવી હતી કે, પીએમ મોદી સાંજે 4 વાગ્યે રેડિયો પરથી દેશને સંબોધન કરશે. થોડીવાર પછી જણાવવામાં આવ્યું કે પીએમ મોદીના સંબોધન સમયમાં ફેરફાર થઇ શકે છે. જોકે પીએમ મોદી ક્યારે સંબોધન કરશે તે સ્પષ્ટ થઈ શક્યું નથી.
Prime Minister Shri @narendramodi will be addressing the nation at 8 PM today.
— PMO India (@PMOIndia) August 8, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ટેકનોલોજી
બિઝનેસ
શિક્ષણ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion