શોધખોળ કરો
Advertisement
મધ્ય પ્રદેશ: વિમાન ક્રેશ થતા ટ્રેઇની પાયલટ અને ટ્રેનર બંનેના મોત
ટ્રેઇની વિમાન રન વે નજીક ખેતરમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં ટ્રેની પાયલટ પીયૂષ ચંદેલ અને ટ્રેનર અશોક મકવાણા બંનેના મોત થયા છે.
નવી દિલ્હી: મધ્ય પ્રદેશના સાગરમાં શુક્રવાર રાત્રે ટ્રેનિંગ દરમિયાન એક વિમાન દુર્ધટના બની છે. ટ્રેઇની વિમાન રન વે નજીક ખેતરમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં ટ્રેની પાયલટ પીયૂષ ચંદેલ અને ટ્રેનર અશોક મકવાણા બંનેના મોત થયા છે. આ વિમાન દુર્ઘટનામાં વિમાન ક્રેશ થયું હતું.
બંને મૃતકો મુંબઇના રહેવાસી હતાં. પ્રાપ્ત માહિતી અનુસાર રાત્રે ગાઢ ધુમ્મસના કારણે પાયલટને રનવે દેખાયો નહીં જેથી વિમાન લગભગ 80થી 100 મીટર દૂર ખેતરમાં ક્રેશ થયું હતું. ઘટના બાદ દિલ્હીથી ચીફ ઓપરેટિંગ ઓફિસર વાયએન શર્મા સાગર પહોંચવા માટે રવાના થયા હતાં.
વિમાન દુર્ધટના પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે દુખ વ્યક્ત કર્યું છે. કમલનાથે ટ્વિટ કર્યું, પ્રદેશના સાગરની ઢાનામાં વિમાન દુર્ઘટનામાં બે પાયલટની મોતના દુખદ સમાચાર મળ્યા. પરિવાર પ્રત્યે શોક અને સંવેદના. ઈશ્વર તેમને શાંતિ આપે અને પરિવારને દુખ સહન કરવાની શક્તિ આપે.प्रदेश के सागर की ढाना हवाई पट्टी पर एक विमान हादसे में दो प्रशिक्षु पायलेट की मौत का दुःखद समाचार प्राप्त हुआ। परिवार के प्रति मेरी शोक संवेदनाएँ। ईश्वर उन्हें अपने श्रीचरणो में स्थान व पीछे परिजनो को यह दुःख सहने की शक्ति प्रदान करे।
— Office Of Kamal Nath (@OfficeOfKNath) January 3, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement