(Source: ECI/ABP News/ABP Majha)
Agnipath Scheme: બિહારમાં સતત ત્રીજા દિવસે હિંસક પ્રદર્શન, જમ્મુ તાવી- ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનમાં લગાવી આગ
સતત ત્રીજા દિવસે સેનામાં નવી ભરતી યોજના 'અગ્નિપથ' વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન થઈ રહ્યું છે.
Protest on Agnipath Sceheme: સતત ત્રીજા દિવસે સેનામાં નવી ભરતી યોજના 'અગ્નિપથ' વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન થઈ રહ્યું છે. બિહારના સમસ્તીપુરમાં પ્રદર્શનકારીઓએ જમ્મુ તાવી-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લગાવી દીધી હતી. આરા અને બક્સરમાં સવારથી દેખાવો શરૂ થઇ ગયા છે. અગ્નિપથ યોજનાના વિરોધમાં ઉમેદવારોએ બક્સરના ડુમરાવ રેલવે સ્ટેશન પર સવારે 5 વાગ્યાથી રેલવે ટ્રેક પર ટાયર સળગાવીને પ્રદર્શન કર્યું છે. રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ ત્યાં હાજર છે. અહીં આરાના બિહિયા રેલ્વે સ્ટેશન પર અગ્નિપથ યોજનાના વિરોધમાં લોકોએ હંગામો મચાવ્યો હતો.
अभी अग्निवीर की भर्ती शुरू भी नहीं हुई कि खुशी में अग्निवीरों ने नवादा,बिहार के भाजपा कार्यालय में “अग्नि” लगा दी। खेदजनक!
— Rashtriya Janata Dal (@RJDforIndia) June 17, 2022
अग्निवीरों में इतनी आग है इसका अंदाजा तो “अग्निपथ” योजना के निर्माताओं को भी नहीं रहा होगा। pic.twitter.com/lnhkMZJkA9
આરજેડીએ કેન્દ્ર પર નિશાન સાધ્યું
અહી બિહારની મુખ્ય વિપક્ષી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળે રાજ્યમાં અગ્નિપથ યોજના પર સતત વિરોધ પ્રદર્શન બાદ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. આરજેડીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે અગ્નિવીરની ભરતી હજુ શરૂ પણ નથી થઈ એ ખુશીમાં કે અગ્નિવીરોએ બિહારના નવાદામાં બીજેપી ઓફિસને આગ લગાવી દીધી. કમનસીબ! ‘અગ્નિપથ’ સ્કીમના નિર્માતાઓએ પણ અંદાજ લગાવ્યો નહી હોય કે અગ્નિવીરોમાં આટલી બધી આગ છે.
પ્રદર્શન વચ્ચે ભરતી માટે વય મર્યાદામાં વધારો
અગ્નિપથ પર ઘણા રાજ્યોમાં વિરોધ વચ્ચે સરકારે ગુરુવારે આ પ્રક્રિયા હેઠળ ભરતીની ઉંમર વર્ષ 2022 માટે અગાઉ જાહેર કરેલી 21 વર્ષથી વધારીને 23 વર્ષ કરી દીધી છે. અગાઉ, સરકારે મંગળવારે અગ્નિપથ યોજનાની જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે તમામ નવી ભરતી માટે વય મર્યાદા 17 થી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "છેલ્લા બે વર્ષ દરમિયાન ભરતી શક્ય નથી તે હકીકતને ધ્યાનમાં રાખીને સરકારે નિર્ણય લીધો છે કે 2022 માટે પ્રસ્તાવિત ભરતી પ્રક્રિયા માટે વય મર્યાદામાં એક વખતની છૂટ આપવામાં આવશે.
હરિયાણાના પલવલમાં પણ ગુરુવારે 'અગ્નિપથ યોજના' વિરુદ્ધ પ્રદર્શન હિંસક બન્યું હતું. આ દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને વાહનોને આગ ચાંપવામાં આવી હતી. પોલીસે 20 થી વધુ લોકોની અટકાયત કરી છે.