દેશભરમાં CAAના વિરોધમાં પ્રદર્શન, UPના અનેક શહેરોમાં પોલીસ ગાડીઓ સળગાવી
LIVE
Background
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં દેશના અનેક હિસ્સામાં પ્રદર્શન થઇ રહ્યા છે. દિલ્હીથી લઇને મુંબઇ અને લખનઉથી લઇને બેંગલુરુમાં પ્રદર્શનકારીઓ આ કાયદાના વિરોધમાં રસ્તા પર ઉતર્યા છે. દિલ્હીની જામા મસ્જિદ બહાર શુક્રવારે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. નાગરિકતા સંશોધન બિલનો વિરોધની આગ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના ઘર સુધી પહોંચી ગઇ હતી. કોગ્રેસ નેતા શર્મિષ્ઠા મુખર્જીના નેતૃત્વમાં મહિલા કોગ્રેસના કાર્યકર્તાઓએ અમિત શાહના ઘર બહાર પ્રદર્શન કર્યું હતું.
એઆઇએમઆઇએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ નાગરિકતા કાયદાનો વિરોધ કરી રહેલા લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, કાયદાનો વિરોધ શાંતિપૂર્ણ રીતે કરવામાં આવે. અહિંસાના રસ્તે પ્રદર્શનમાં સફળતા મળશે.
દિલ્હીમાં પ્રદર્શનના કારણે ચાવડી બજાર, લાલ કિલ્લા, જામા મસ્જિદ અને દિલ્હી ગેટ મેટ્રો સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યા છે. મુંબઇમાં હરી મસ્જિદ પાસે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ત્યાં બસો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશમાં ગાજિયાબાદમાં ભારે પ્રદર્શન ચાલી રહ્યું છે. નમાજ બાદ ઉત્તર પ્રદેશના સીતાપુરમાં હિંસક પ્રદર્શન થયું હતું. ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસની ગાડીઓને આગ ચાંપી દીધી હતી. ફિરોઝાબાદમાં પણ તોફાનીઓએ લગભગ 10 પોલીસ ગાડીઓને આગના હવાલે કરી દીધી હતી.