શોધખોળ કરો
Advertisement
આતંકી હુમલોઃ ભાજપના જ સાંસદે મોદી સરકાર પર સાધ્યું નિશાન, જણાવ્યું શા માટે થયો પુલવામા હુમલો
નવી દિલ્હીઃ જમ્મૂ કાશ્મીરના પુલવામાં સીઆરપીએફના કાફલા પર થયેલ આતંકી હુમલાને લઈને ભાજપના સાસંદ સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની જ સરકાર પર નિશાન સાધ્યું છે. તેણમે કહ્યું કે, પુલવામાં જવાનો નરસંહાર 2014માં સરકારના એક આદેશને કારણે થયો છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, પહેલા સરકારે એક આદેશ આપ્યો હતો કે કોઈપણ વાહનને કોઈપણ ચેકપોઈન્ટ પર રોકવામાં નહીં આવે. આ આદેશ એટલા માટે આવ્યો કારણ કે સેનાના કેટલાક જવાનોએ એક મારુતિ કાર પર ગોળીબાર કર્યો હતો. ત્યાર બાદ જવાનો પર કેસ પણ ચાલ્યો હતો આજે પણ તેઓ જેલમાં છે.
જણાવીએ કે, 3 નવેમ્બર, 2014ના રોડ બડગામમાં 53, રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનોએ એક સફેદ મારુતિ કાર પર ફાયરિંગ કર્યું હતું. જવાનોએ ફાયરિંગ એ કારણે કર્યું હતું કારણ કે આ પહેલા બે ચેક પોઈન્ટ્સને પાર કરી ચૂક્યા હતા. જવાનોને કારમાં આતંકીઓ હોવાની શંકા ગઈ હતી, ત્યાર બાદ તેમમે ગોળીબાર કર્યો. તેમાં 2 યુવાઓના મોત થયા હતા. જોકે, બાદમાં એવું જાણવા મળ્યું કે, કારમાં બેઠેલ પાંચ યુવાન મુહર્મના જૂલુસ પરથી પરત ફરી રહ્યા હતા. આ મામલે 14 સૈનિકોની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી ચાર દોષી જણાયા હતા. આ સમગ્ર મામલાને લઈને કાશ્મીરમાં હોબાળો પણ થયો હતો. ત્યારે ઉત્તરી કમાંડના જીઓસી ડીએસ હુડાએ આ સમગ્ર મામલેને લઈને ભૂલ પણ સ્વીકારી હતી. આ મામલે સેના ઉપરાંત તત્કાલીન રક્ષ મંત્રી અરૂણ જેટલીએ પણ દુખ વ્યક્ત કર્યું હતું.It is now clear that Pulwama massacre of 37 army jawans was due to the 2014 government order not stop at any vehicle at any check point. This Order came because one Maruti was fired at by army and these jawans were prosecuted are still in jail.
— Subramanian Swamy (@Swamy39) February 15, 2019
આતંકી હુમલોઃ વધુ એક મોટો ખુલાસો થયો, કાર બોમ્બમાં આ વિસ્ફોટક પદાર્થનો થયો હતો ઉપયોગ
આતંકી હુમલોઃ ઘરબેઠા તમે પણ આ રીતે સુરક્ષા દળોને કરી શકો છો મદદ, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion