શોધખોળ કરો
Advertisement
મધ્યપ્રદેશના CM કમલનાથની જાહેરાત, પુલવામામાં શહીદ જવાનના પરિવારને એક કરોડ રૂપિયા અને નોકરી આપશે
ભોપાલ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોમાંથી એક જવાન મધ્ય પ્રદેશ ના જબલપુરના અશ્વિની કુમાર કાછી પણ છે. મુખ્યમંત્રી કમલનાથે શહીદ જવાનને નમન કરતા તેમના પરિવારને એક કરોડ રૂપિયાની આર્થિક મદદ અને પરિવારના સભ્યને નોકરી આપવાની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી કમલનાથે પુલવામાં જિલ્લામાં થયેલા હુમલાને આતંકવાદીઓનું કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યું છે. કમલનાથે શુક્રવારે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપતા ટ્વિટ કર્યું હતું કે, “હુમલામાં જબલપુરના શહીદ સપૂત અશ્વિની કુમાર કાછીની શહાદતને નમન કરું છું. રાજ્ય સરકાર દ્વારા શહીદ પરિવારને એક કરોડ રૂપિયા, એક આવાસ તથા પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવશે. આ દુખદ સમયે અમે તેમની સાથે છે. ”
ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના પુલવામાં સીઆરપીએફના કાફલા પર થયેલ આત્મઘાતી હુમલામાં 40થી વધારે જવાનોના મોત થયા છે. સીઆરપીએફના સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર અત્યાર સુધી 39 જવાનોના શબ મળી આવ્યા છે. જ્યારે પાંચ જવાનના શબની ઓળખ કરવાની બાકી છે. વિસ્ફોટ એચલો પ્રચંડ હતો કે અનેક જવાનોના શરીરના અવશેષો મળવા પણ મુશ્કેલ છે. જ્યારે આ હુમલામાં 40થી વધારે જવાન ઘાયલ થયા છે.शहादत को नमन..!
पुलवामा आतंकी हमले में शहीद मप्र के जबलपुर के सपूत अश्विनी कुमार काछी की शहादत को नमन करता हूं। मप्र सरकार द्वारा शहीद के परिवार को 1 करोड़ रुपये, एक आवास एवं परिवार के 1 सदस्य को शासकीय नौकरी दी जाएगी। —दुख की इस घड़ी में हम शहीद परिवार के साथ हैं। — Office Of Kamal Nath (@OfficeOfKNath) February 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
દેશ
Advertisement