Pune Rape Case: પુણેમાં બસમાં રેપ કેસમાં પોલીસને મળી સફળતા, 70 કલાક બાદ ઝડપાયો આરોપી
પુણેમાં સ્વારગેટ બસ સ્ટેન્ડ પર પાર્ક કરેલી મ્યુનિસિપલની બસમાં 26 વર્ષીય યુવતી પર બળાત્કારની ઘટના બની હતી

Pune Rape Case News: મહારાષ્ટ્રના પુણેમાં સ્વારગેટ બસ સ્ટેન્ડ પર પાર્ક કરેલી મ્યુનિસિપલની બસમાં 26 વર્ષીય યુવતી પર બળાત્કારની ઘટના બની હતી. આરોપી દત્તાત્રેય ગાડેની પુણે પોલીસે મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યે તેના ગામ શિરુરના શેરડીના ખેતરોમાંથી ધરપકડ કરી હતી. પુણે સિટી ડીસીપી ક્રાઈમ નિખિલ પિંગલેના જણાવ્યા અનુસાર, આરોપી છેલ્લા બે દિવસથી તેના ગામમાં છૂપાયેલો હતો. પોલીસે આ કેસની તપાસ માટે 13 ટીમો બનાવી હતી. આરોપીને શોધવા માટે 1 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
Pune bus rape case | The accused, Dattatray Ramdas Gade, has been detained by a team of Pune Crime Branch from a village in Shirur Tehsil of Pune district: Pune City Police
— ANI (@ANI) February 28, 2025
બસની અંદર એક યુવતી પર બળાત્કાર થયો હતો
હિસ્ટ્રીશીટર ગાડે (37)એ મંગળવારે સવારે એસટી બસની અંદર કથિત રીતે યુવતી પર બળાત્કાર કર્યો હતો અને બાદમા ફરાર થઇ ગયો હતો. પોલીસે ગુરુવારે પુણે જિલ્લાના શિરુર તાલુકામાં શેરડીના ખેતરોમાં સર્ચ ઓપરેશનના ભાગ રૂપે સ્નિફર ડોગ્સ અને ડ્રોન પણ તૈનાત કર્યા હતા.
આરોપી સામે અનેક કેસ નોંધાયા
પુણે અને અહિલ્યાનગર જિલ્લામાં ચોરી, લૂંટ અને ચેઈન સ્નેચિંગના અડધો ડઝન કેસ ગાડે વિરુદ્ધ નોંધાયેલા છે. તે 2019થી એક ગુનામાં જામીન પર છે. આરોપીઓને પકડવા માટે રાજ્યભરમાં વિવિધ સ્થળોએ 13 પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી હતી.
આરોપી હિસ્ટ્રીશીટર છે
પોલીસે આરોપી સુધી પહોંચાડનારી માહિતી આપનારને 1 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. માહિતી આપનારનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે. આરોપી ગાડે વિરુદ્ધ પહેલાથી જ ઘણા કેસ નોંધાયેલા છે.
સવારે બસ સ્ટેન્ડ પર આ ઘટના બની હતી.
આ ઘટના મંગળવારે સવારે 6 વાગ્યાની આસપાસ બની હતી. યુવતી સતારા જિલ્લાના ફલટણ જતી બસની રાહ જોઈને બસ સ્ટેન્ડ પર ઉભી હતી. પછી આરોપીએ તેણીને પોતાની વાતોમાં ફસાવી અને સ્ટેન્ડ પર પાર્ક કરેલી બીજી ખાલી બસમાં લઈ ગયો અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપી શાકભાજી ભરેલા ટ્રકમાં બેસીને ભાગી ગયો હતો. તેણે રસ્તામાં પોતાના કપડા અને જૂતા બદલ્યા હતા. ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે આવા લોકોને ફાંસી આપવી જોઈએ.
બળાત્કારનો કેસ રાજકીય મુદ્દો બન્યો
પુણે બળાત્કાર કેસ પણ રાજકીય મુદ્દો બની રહ્યો છે. શિવસેના (UBT) અને NCP (શરદચંદ્ર પવાર) ના કાર્યકરોએ ગુરુવારે સ્વારગેટ બસ સ્ટેન્ડ પર તોડફોડ કરી હતી અને બસ સ્ટેન્ડ પર સુરક્ષા જાળવવામાં બેદરકારી દાખવનારા અધિકારીઓને હટાવવાની માંગ કરી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
