હવે ઘરે બેઠા જાતે જ કિટથી કરો કોરોના ટેસ્ટ, 2 મિનિટમાં ટેસ્ટ અને 15 મિનિટમાં મળશે રિઝલ્ટ
આ કિટથી જાતે જ ટેસ્ટ કરી શકાશે. જો તમે તેમાં કોરોના પોઝિટિવ આવો તો આઈસીએમઆર અનુસાર તમારે RT-PCR ટેસ્ટ કરાવવાની જરૂર નથી. કોઈપણ પુખ્ત વયના લોકો આ કિટને વાંચી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે.
નવી દિલ્હી: હવે તમે તમારા ઘરે બેઠા કોરોના ટેસ્ટ કરી શકશો, આ માટે તમારે કોઈ પણ કેન્દ્રમાં જવાની જરૂર રહેશે નહીં. કોવિસેલ્ફ (CoviSelf) ભારતની પ્રથમ રેપિડ એન્ટિજન ટેસ્ટ કીટ છે જેને ખુદ યૂઝ કરી શકાશે. કિટથી માત્ર 2 મિનિટમાં ટેસ્ટ કરી શકાશે અને તેનું રિઝલ્ટ 15 મિનિટમાં મળી જશે. આ દાવો પુણે સ્થિત એક કંપનીએ કર્યો છે. કોરોના સામેની લડાઈમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ બુધવારે આ ટેસ્ટ કીટને મંજૂરી આપી દીધી છે.
સમાચાર એજન્સી એએનાઈએ કિટ નિર્માતા કંપની માઈલેબ ડિસ્કવરી સોલ્યુશનના ડાયરેક્ટર સુજિત જૈને કહ્યું - "આ કીટથી ટેસ્ટ કરવામાં 2 મિનિટ લાગશે અને પરિણામ 15 મિનિટમાં મળશે." તેમણે કહ્યું કે, આવતા અઠવાડિયાના અંતમાં આ કીટ દેશભરના મેડિકલ સ્ટોર્સ અને ઓનલાઈન દવા ડિલર પાસે ઉપલબ્ધ રહેશે. અમારું લક્ષ્ય દેશના 90 ટકા સુધી પહોંચવાનું છે. "
તેમણે વધુમાં કહ્યું કે, “આ કિટથી જાતે જ ટેસ્ટ કરી શકાશે. જો તમે તેમાં કોરોના પોઝિટિવ આવો તો આઈસીએમઆર અનુસાર તમારે RT-PCR ટેસ્ટ કરાવવાની જરૂર નથી. કોઈપણ પુખ્ત વયના લોકો આ કિટને વાંચી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે. "
ICMRએ કહ્યું કે, કોવીસેલ્ફ ટેસ્ટ રિઝલ્ટને મોબાઇલ એપ દ્વારા અપલોડ કરવામાં આવશે. જે ગૂગલના પ્લેસ્ટાર અથવા એપ્પલ સ્ટોરથી ડાઉનલોડ કરી શકાય છે. ફોન દ્વારા જે ડેટા મોકલવામાં આવશે તે આઇસીએમઆરના કોવિડ -19 પરીક્ષણ પોર્ટલમાં સંગ્રહિત કરવામાં આવશે. એવામા આ કિટ આવ્યા બાદ તે લોકોને રાહત મળશે જે કોરોના ટેસ્ટ માટે બહાર જવું પડશે.
મોબાઇલ એપમાં ટેસ્ટિંગની સંપૂર્ણ પ્રક્રિયા સારી રીતે સમજાવવામાં આવી છે અને આ એપ દ્વારા દર્દીને પોઝિટિવ કે નેગેટિવ પરિણામ વિશે માહિતી આપવામાં આવશે. તમામ યૂઝર્સને ટેસ્ટ પૂર્ણ થયા બાદ ટેસ્ટે સ્ટ્રિપની ફોટો એ મોબાઈલથી જ લેવી પડશે, જેના પર એપ ડાઉનલોડ કે રજિસ્ટ્રેશન કરી છે. એપ્લિકેશનમાં ડેટા સુરક્ષિત સર્વર પર કેપ્ચર કરવામાં આવશે, જે આઈસીએમઆર કોવિડ -19 ટેસ્ટિંગ પોર્ટલ સાથે જોડાયેલ હશે.