Pathankot Attack: પંજાબના પઠાનકોટમાં આર્મી કેમ્પના ગેટ પર ગ્રેનેડ હુમલો, તમામ વિસ્તારોમાં એલર્ટ જારી
પઠાનકોટના એસએસપી સુરેન્દ્ર લાંબાએ કહ્યું, પ્રથમ નજરે જાણવા મળ્યું છે કે અહીં ગ્રેનેડ બ્લાસ્ટ થયો છે.
Pathankot Attack: પંજાબના પઠાનકોટમાં આર્મી કેમ્પના ગેટ પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે. કેમ્પના ત્રિવેણી ગેટ પર બાઇક સવારોએ ગ્રેનેડ ફેંક્યો હતો. આ ઘટના બાદ પઠાનકોટના તમામ વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હાલ સીસીટીવી ફૂટેજ તપાસીને હુમલાખોરોની ઓળખની તપાસ કરવામાં આવી રહી છે.
અમને સારા CCTV ફૂટેજ મળવાની આશા છે - SSP
પઠાનકોટના એસએસપી સુરેન્દ્ર લાંબાએ કહ્યું, "પ્રથમ નજરે જાણવા મળ્યું છે કે અહીં ગ્રેનેડ બ્લાસ્ટ થયો છે. વધુ તપાસ ચાલુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક મોટરસાઇકલ પસાર થઈ, તે જ સમયે બ્લાસ્ટ થયો. અમને સારા CCTV ફૂટેજ મળવાની આશા છે."
પઠાણકોટના એસએસપી સુરેન્દ્ર લાંબાએ કહ્યું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે વિસ્ફોટ રવિવારે મોડી રાત્રે કેન્ટોનમેન્ટના ત્રિવેણી ગેટની બહાર થયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસે જણાવ્યું હતું કે મોટરસાઇકલ પર આવેલા અજાણ્યા લોકોએ છાવણીની સામે ગ્રેનેડ ફેંક્યો હતો. સીસીટીવી ફૂટેજ દ્વારા તેમની ઓળખ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે વિસ્ફોટ બાદ વિસ્તારમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
Punjab | A grenade blast took place near Triveni Gate of an Army camp in Pathankot. Further investigation is underway. CCTVs footage will be probed: SSP Pathankot, Surendra Lamba pic.twitter.com/NsVSQxz0eF
— ANI (@ANI) November 22, 2021
પઠાનકોટ ભારતના સૌથી મહત્વપૂર્ણ થાણાઓમાંનું એક છે
તમને જણાવી દઈએ કે પઠાનકોટ ભારતના સૌથી મહત્વપૂર્ણ થાણાઓમાંનું એક છે. તેમાં એરફોર્સ સ્ટેશન, આર્મી એમ્યુનિશન ડેપો અને બે આર્મર્ડ બ્રિગેડ અને આર્મર્ડ યુનિટ્સ છે. જાન્યુઆરી 2016માં પઠાનકોટ એરફોર્સ સ્ટેશન પર આતંકી હુમલો થયો હતો. પઠાનકોટ એરફોર્સ સ્ટેશન પર મોટી માત્રામાં દારૂગોળો સાથે સજ્જ આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે સેનાના 8 જવાન શહીદ થયા હતા.