શોધખોળ કરો

DelhI: દિલ્હીમાં ફટાકડા ખરીદવા અને ફોડવા પર 200 રૂપિયાનો દંડ અને છ મહિનાની જેલ થઇ શકે છેઃ ગોપાલ રાય

Delhi Firecrackers Ban: દિલ્હીમાં ફટાકડા ખરીદવા અને ફોડવા પર 200 રૂપિયાનો દંડ અને છ મહિનાની જેલ થઈ શકે છે.

Delhi Firecrackers Fine: દિલ્હીમાં વાયુ પ્રદૂષણને જોતા અરવિંદ કેજરીવાલની સરકાર સતર્ક છે. હવે દિલ્હી સરકારે રાજધાનીમાં ફટાકડા ફોડવા અને ખરીદવા અંગે નવા નિયમની જાણકારી આપી હતી. પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું  હતું કે કે દિલ્હીમાં ફટાકડા ખરીદવા અને ફોડવા પર 200 રૂપિયાનો દંડ અને છ મહિનાની જેલ થઈ શકે છે.

ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર પણ સજા થઈ શકે છે

આ સાથે તેમણે કહ્યું હતું કે રાજધાનીમાં ફટાકડાનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરનારાઓને ત્રણ વર્ષની જેલ અને 5000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. ગોપાલ રાયે કહ્યું હતું કે દિવાળી પર દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ લાગુ કરવા માટે કુલ 408 પાર્ટીઓની રચના કરવામાં આવી હતી.

તહેવાર અને શિયાળાની મોસમમાં હવાની ગુણવત્તા ખરાબ ન થાય તે માટે દિલ્હી સરકારે ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો છે. દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ લાગુ કરવા માટે દિલ્હી સરકારે કુલ 408 ટીમોની રચના કરી છે. આ સાથે દિલ્હી પોલીસે સહાયક પોલીસ કમિશનર હેઠળ 210 ટીમો બનાવી છે. મહેસૂલ વિભાગે 165 ટીમો બનાવી છે અને દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિએ 33 ટીમોની રચના કરી છે. દિલ્હી સરકારે 1 જાન્યુઆરી સુધી દિવાળી સહિત તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો હતો, જે છેલ્લા બે વર્ષથી જોવા મળી રહ્યો છે.

Congress New President: મલ્લિકાર્જુન ખડગે બન્યા કોંગ્રેસના નવા અધ્યક્ષ, શશિ થરૂરની મોટી હાર

Congress New President: કોંગ્રેસને આખરે નવા પ્રમુખ મળી ગયા છે. 80 વર્ષીય મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. ખડગેએ શશિ થરૂરને સીધી હરીફાઈમાં મોટા અંતરથી હરાવ્યા હતા. મલ્લિકાર્જુન ખડગેને 7897 વોટ મળ્યા જ્યારે શશિ થરૂરને માત્ર 1072 વોટ મળ્યા. જ્યારે 416 મતો રદ થયા હતા. 17 ઓક્ટોબરે કુલ 9385 નેતાઓએ મતદાન કર્યું હતું. આ વખતે ગાંધી પરિવારમાંથી કોઈ સભ્ય પ્રમુખ પદની રેસમાં સામેલ નથી. છેલ્લા 24 વર્ષમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે ગાંધી પરિવારની બહારનો કોઈ નેતા પ્રમુખ પદે પહોંચ્યો હોય. અગાઉ સીતારામ કેસરી એવા પ્રમુખ હતા, જે ગાંધી પરિવારના નહોતા.

કોંગ્રેસ હેડક્વાર્ટરની બહાર ખડગેની જીતનો જશ્ન શરૂ થઈ ગયો છે. ખડગેના સમર્થકો ઢોલ વગાડીને તેમની જીતની ઉજવણી કરી રહ્યા છે. જીત બાદ સચિન પાયલટ, ગૌરવ ગોગોઈ, તારિક અનવર જેવા નેતાઓ ખડગેને મળવા પહોંચ્યા છે. આ સિવાય મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમના ઘરે પહોંચી ગયા છે. ખડગે સામે ચૂંટણી લડી રહેલા શશિ થરૂરે પણ તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. થરૂરે ટ્વીટ કર્યું, "આ બહુ સન્માન અને મોટી જવાબદારીની વાત છે. હું ખડગે જીને તેમના કામમાં સફળતાની કામના કરું છું." આ સિવાય ખડગેએ કોંગ્રેસના નેતાઓને મળેલા સમર્થન માટે પણ આભાર માન્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
Embed widget