શોધખોળ કરો

રાફેલ વિવાદ: રાહુલ ગાંધીએ કહ્યું- PM મોદીએ SCમાં સ્વીકારી પોતાની ભૂલ, પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રાફેલ વિમાનની કિંમત અને ડીલની પ્રક્રિયાને લઈને એફિડેવિટ કરી છે. તેને લઈને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીએ સુપ્રીમ કોર્ટમાં પોતાની ભૂલ સ્વીકારી છે. તેઓએ કહ્યું પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત. રાફેલ સોદાને લઈને કૉંગ્રેસ મોદી સરકાર સતત પ્રહાર કરતી રહી છે. રાહુલ ગાંધીએ સીધા વડાપ્રધાન મોદી પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે, “સુપ્રીમ કોર્ટમાં મોદીજીએ પોતાની ભૂલ સ્વીકારી છે. એફિડેવિટમાં સ્વીકાર્યું છે કે વાયુ સેનાને પૂછ્યા વગર કૉન્ટ્રાક્ટ બદલ્યો અને 30 હજાર કરોડ રૂપિયા અંબાણીની કંપનીના ખિસ્સામાં નાખ્યાં. પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. ” રાહુલ ગાંધીએ ફ્રાંસની વિમાન બનાવનારી કંપની દસોલ્ટ એવિએશન પર પણ આરોપ લગાવ્યો છે. તેની વચ્ચે રાહુલ ગાંધીના આરોપોનો ફ્રાન્સની કંપની દસોલ્ટના સીઇઓ એરિક ટ્રેપિયરે જવાબ આપ્યો છે. એરિકે એક ન્યૂઝ એજન્સી સાથેના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, હું ખોટું બોલતો નથી. અગાઉ પણ જે મેં કહ્યું છે તે સત્ય છે. તેમણે રાહુલ ગાંધી દ્ધારા લગાવવામાં આવેલા તમામ આરોપોને ખોટા ગણાવ્યા હતા. એરિકે કહ્યું કે, અમે જાતે જ ઓફસેટ પાર્ટનર તરીકે અનિલ અંબાણીની કંપનીની પસંદગી કરી છે. અમારા રિલાયન્સ સિવાય 30 અન્ય પાર્ટનર્સ પણ છે. રાફેલની કિંમતોને લઇને સીઇઓએ કહ્યું કે, હાલમાં જેટ 9 ટકા સસ્તા મળી રહ્યા છે. 36 વિમાનોની કિંમત એટલી જ છે જેટલી 18 વિમાનોની હતી. એવામાં કિંમતો ડબલ થવી જોઇતી હતી પરંતુ આ સરકાર-સરકાર વચ્ચેનો કરાર છે એવામાં અમારે કિંમતો 9 ટકા સસ્તી કરવી પડી છે. કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ દસોલ્ટના સીઈઓના ઇન્ટરવ્યૂ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણએ કહ્યું બનાવટી ઇન્ટરવ્યૂથી કૌભાંડને દબાવી નહીં શકાય. આરોપીઓના નિવેદનનો કોઈ અર્થ નથી, લાભા ઉઠાવનારા આરોપી જજ નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget