(Source: ECI/ABP News/ABP Majha)
Rahul Gandhi: રાહુલ ગાંધીએ અંબાલામાં ટ્રકની સવારી કરી, ડ્રાઇવરોને મળી જાણી તેમની સમસ્યાઓ
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તાજેતરમાં હરિયાણાના અંબાલામાં ટ્રકની સવારી કરતા જોવા મળ્યા હતા
Rahul Gandhi Truck Ride: બેંગલુરુમાં ડિલિવરી બૉય સાથે સવારી કર્યા પછી હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તાજેતરમાં હરિયાણાના અંબાલામાં ટ્રકની સવારી કરતા જોવા મળ્યા હતા. ટ્રકની સવારી કરતા રાહુલ ગાંધીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. કોંગ્રેસ નેતા ઈમરાન પ્રતાપગઢીએ પણ આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. તેમણે કહ્યું કે ટ્રક ડ્રાઈવરોની સમસ્યાઓ જાણવા માટે માત્ર રાહુલ ગાંધી જ તેમની વચ્ચે પહોંચી શકે છે અને તેમની સાથે વાત કરી શકે છે.
जननायक @RahulGandhi जी ट्रक ड्राइवर्स की समस्या जानने उनके बीच पहुंचे।
राहुल जी ने उनके साथ दिल्ली से चंडीगढ़ तक का सफर किया।
मीडिया रिपोर्ट्स के मुताबिक, भारत की सड़कों पर करीब 90 लाख ट्रक ड्राइवर्स हैं। इनकी अपनी समस्याएं हैं। इनके 'मन की बात' सुनने का काम राहुल जी ने किया। pic.twitter.com/Bma2BCjGpY— Congress (@INCIndia) May 23, 2023
રાહુલ ગાંધી દિલ્હીથી શિમલા જવા રવાના થયા હતા. રસ્તામાં તેમણે અંબાલાથી ચંડીગઢ સુધી ટ્રકમાં મુસાફરી કરી હતી. કોંગ્રેસના તમામ નેતાઓએ આ વીડિયો શેર કરીને રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો સોમવાર રાતનો છે. કોંગ્રેસના કહેવા પ્રમાણે, તેમની મુલાકાતમાં તેમણે ડ્રાઇવરોના પ્રશ્નો અને સમસ્યાઓને સમજવાનો પણ પ્રયાસ કર્યો હતો.
यूनिवर्सिटी के छात्रों से
— Supriya Shrinate (@SupriyaShrinate) May 23, 2023
खिलाड़ियों से
सिविल सर्विस की तैयारी कर रहे युवाओं से
किसानों से
डिलीवरी पार्टनरों से
बस में आम नागरिकों से
और अब आधी रात को ट्रक के ड्राइवर से
आख़िर क्यों मुलाक़ात कर रहे हैं राहुल गांधी?
क्योंकि वो इस देश लोगों की बात सुनना चाहते हैं,… pic.twitter.com/HBxavsUv4f
સુપ્રિયા શ્રિનેતે પણ વીડિયો શેર કર્યો
કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે પણ તેનો વીડિયો શેર કર્યો છે. તેમણે અડધી રાત્રે બસમાં સામાન્ય નાગરિકો અને ટ્રકના ડ્રાઈવરને મળવા પાછળનું કારણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે તેઓ આ દેશના લોકોની વાત સાંભળવા માંગે છે, તેમના પડકારો અને સમસ્યાઓને સમજવા માંગે છે. તેમને આમ કરતા જોઈને એક પ્રકારનો આત્મવિશ્વાસ દેખાય છે. કોઈ તો છે જે લોકો સાથે ઉભું છે. કોઈ એવી વ્યક્તિ છે જે તેમની આવતીકાલને સારી બનાવવા માટે કોઈપણ પ્રકારનું બલિદાન આપવા તૈયાર છે. કોઈ છે જે નફરતના બજારમાં મોહબ્બતની દુકાન ખોલી રહ્યું છે.
ડિલિવરી બોય સાથે કરી હતી સ્કૂટરની સવારી
રાહુલ ગાંધી સતત દેશના નાના વર્ગના લોકોને જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. અગાઉ, કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન તેમણે બેંગલુરુમાં ડિલિવરી બોય સાથે સ્કૂટર પર સવારી કરી હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.