શોધખોળ કરો
Advertisement
ફારૂક અબ્દુલ્લા-મહબૂબા મુફ્તી સહિતના તમામ નેતાઓને જલ્દી છોડવામાં આવે, રાહુલ ગાંધીએ કરી માંગ
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પબ્લિક સેફ્ટી એક્ટ (PSA) અંતર્ગત ધરપકડ કરેલા રાષ્ટ્રવાદી નેતાઓની જલ્દીથી મુક્તિ કરવાની માંગ કરી છે.
નવી દિલ્હી: રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાનાં સમર્થનમાં આવ્યા છે. ફારૂક અબ્દુલ્લાની પબ્લિક સેફ્ટી એક્ટ (PSA) અંતર્ગત ધરપકડ પર રાહુલ ગાંધીએ કહ્યું, ફારૂક અબ્દુલ્લા જેવાં નેતાઓને હટાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને રાષ્ટ્રવાદી નેતાઓની જલ્દીથી મુક્તિ કરવાની માંગ કરી છે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરતા કહ્યું, રાજનીતિક ખાલીપણાથી આતંકીઓને મદદ મળશે. રાહુલ ગાંધીએ કહ્યું, સરકાર કાશ્મીરથી રાષ્ટ્રવાદી નેતાઓને હટાવી રહી છે. તેઓએ તમામ રાષ્ટ્રવાદી નેતાઓને જલ્દી છોડવાની માંગ કરી છે.
ફારૂક અબ્દુલ્લની પબ્લિક સેફ્ટી એક્ટ (PSA)અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે. પબ્લિક સેફ્ટી એક્ટ અંતર્ગત ધરપકડ કરવામાં આવેલા શખ્સને 2 વર્ષ સુધી વગર કોઇ સુનાવણીએ ધરપકડ કરી શકાય છે. રાજ્યસભા સાંસદ ફારૂક અબ્દુલ્લા 5 ઓગસ્ટથી હાઉસ એરેસ્ટ છે. પરંતુ પૂર્વ મુખ્યમંત્રી પર PSA અંતર્ગત રવિવારનાં રોજ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement