શોધખોળ કરો

રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદીને પત્ર લખી  મહામારીને નાથવા આપ્યા 4 સૂચનો, જાણો 

કોંગ્રેસના  પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદીને વધુ એક પત્ર લખીને કોરોના વાયરસના તમામ સ્વરૂપની તપાસ વૈજ્ઞાનિક ઢબથી કરવા અને સમગ્ર વિશ્વને તે અંગે જાણ કરવા અપીલ કરી હતી. રાહુલ ગાંધીએ ખુલ્લો આરોપ મુકયો કે સરકારની નિષ્ફળતાના કારણે દેશ ફરી એક વખત લોકડાઉનના આરે આવી ગયો છે.

નવી દિલ્હી: કોંગ્રેસના  પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદીને વધુ એક પત્ર લખીને કોરોના વાયરસના તમામ સ્વરૂપની તપાસ વૈજ્ઞાનિક ઢબથી કરવા અને સમગ્ર વિશ્વને તે અંગે જાણ કરવા અપીલ કરી હતી. રાહુલ ગાંધીએ ખુલ્લો આરોપ મુકયો કે સરકારની નિષ્ફળતાના કારણે દેશ ફરી એક વખત લોકડાઉનના આરે આવી ગયો છે. પોતાના પત્રમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં કોરોનાના મ્યૂટેશન (Coronavirus Mutation)ને સતત ટ્રેક કરવો જોઈએ. કૉંગ્રેસ નેતાએ કહ્યું કે, તમામ મ્યૂટેશન પર વહેલામાં વહેલી તકે ઉપલબ્ધ વેક્સીન (Corona Vaccine)ને ટેસ્ટ કરવામાં આવે. રાહુલ ગાંધીએ કહ્યું કે દેશના તમામ લોકોને ઝડપથી વેક્સીન આપવાનો પ્રબંધ કરવામાં આવે.

રાહુલ ગાંધીએ કહ્યું- હું આપને ફરી એકવાર પત્ર લખવા માટે મજબૂર છું કારણ કે, આપણો દેશ કોવિડ સુનામીની ઝપેટમાં આવી ચૂક્યો છે. આ પ્રકારના સંકટમાં ભારતના લોકો આપની સૌથી મોટી પ્રાથમિકતા હોવી જોઇએ. હું આપને આગ્રહ કરું છું કે, તમારે દેશના તમામ લોકોને આ પીડામાંથી મુક્ત કરવા માટે સંભવ પ્રયાસ કરવો જોઇએ. 

રાહુલ ગાંધીએ PM મોદીને પત્ર લખતા કોરોના પર નિયંત્રણ મેળવવા 4 સૂચન આપ્યા

વૈજ્ઞાનિક રીતે વાયરરસ અને તેના મ્યૂટેશનને દેશભરમાં ટ્રેક કરવામાં આવે. તેના માટે જીનોમ સિકેંસિંગ સાથે બીમારીની પેટર્ન સમજી શકાય. 

તેમણે પ્રધાનમંત્રીને સૂચન કર્યું હતું કે, આ વાયરસ અને તેના વિભિન્ન સ્વરૂપો વિશે વૈજ્ઞાનિક રીતે ઓળખ કરવામાં આવે. તમામ નવા મ્યૂટેશન વિરૂદ્ધ રસીની અસર અને તેની આકારણી કરવામાં આવે. 

તમામ લોકોને કોરોનાની રસી આપવામાં આવે.  

જે ડબલ મ્યૂટન્ટ અને ટ્રીપલ મ્યૂટન્ટને આપણ જોઇ રહ્યા છીએ તે શરૂઆત જ હોઇ શકે છે. તેમના પ્રમાણે, આ વાયરસને અનિયંત્રિત ઢંગથી પ્રસારિત ન થવું તે આપણા દેશના લોકો માટે ઘાતક સાબિત થઇ શકે છે. આ સાથે જ રાહુલે કહ્યું કે, કોવિડ વિરૂદ્ધ રસીકરણને લઈને કેન્દ્ર સરકાર દ્વારા કોઇ સ્પષ્ટ રણનીતિ નક્કી કરવામાં આવી નથી. 

દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં એક્ટિવ કેસનો આંકડો 36 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,14,188 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3915 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,31,507 લોકો ઠીક પણ થયા છે. 

ટોપ સ્ટોરી

IMD Heavy Rain Alert: 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ
IMD Heavy Rain Alert: 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ
સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
Embed widget