શોધખોળ કરો
SPG સુરક્ષા હટ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યુ- મારા અને મારા પરિવારની સુરક્ષા માટે આભાર
એસપીજીમાં મારા તમામ ભાઇઓ અને બહેનોનો આભાર જેમણે વર્ષો સુધી મારી અને મારા પરિવારની સુરક્ષા માટે ખૂબ પ્રયાસ કર્યા છે.

નવી દિલ્હીઃ મોદી સરકાર દ્ધારા ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા હટાવીને જેડ પ્લસ સુરક્ષા આપવાના નિર્ણય બાદ પૂર્વ કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એસપીજીનો આભાર માન્યો છે. તેમણે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, એસપીજીમાં મારા તમામ ભાઇઓ અને બહેનોનો આભાર જેમણે વર્ષો સુધી મારી અને મારા પરિવારની સુરક્ષા માટે ખૂબ પ્રયાસ કર્યા છે. તમારા સમર્પણ, સમર્થન, સ્નેહ માટે આભાર. આ સફર ખૂબ શાનદાર રહી છે. સારા ભવિષ્ય માટે તમને શુભકામનાઓ.
ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા કવચ હટાવવાના સરકારના નિર્ણયની કોગ્રેસે નિંદા કરી હતી.કોગ્રેસે મોદી સરકારના આ પગલાને ભયાનક અને બદલાની ભાવનાપૂર્ણ ગણાવ્યું હતું. કોગ્રેસ નેતા અહમદ પટેલે ટ્વિટ કરી કહ્યું કે, ભાજપ બે વડાપ્રધાનના પરિવારના સભ્યોની જિંદગી સાથે સમાધાન કરી અંગત બદલાના અંતિમ પાયદાન પર ઉતરી આવ્યું છે. તે સિવાય કોગ્રેસ કાર્યકારિણીના સભ્ય જિતિન પ્રસાદે આ પગલાને ભયાનક ગણાવ્યો હતો. તેમણે કહ્યુ કે, એક એવો પરિવાર જેમના પરિવારજનોએ દેશની સેવા દરમિયાન રાજકીય હત્યાઓ કરવામાં આવી તેમની એસપીજી સુરક્ષા હટાવવી સરકારના ભયાનક બદલાની રાજનીતિ જાહેર કરે છે. નોંધનીય છે કે શુક્રવારે મોદી સરકારે કોગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, તેમના દીકરા રાહુલ ગાંધી, અને પ્રિયંકા ગાંધીની એસપીજી સુરક્ષા હટાવી દીધી હતી. આ નેતાઓને હવે સીઆરપીએફ દ્ધારા જેડ પ્લસ સુરક્ષા આપવામાં આવશે.A big thank you to all my brothers & sisters in the SPG who worked tirelessly to protect me & my family over the years. Thank you for your dedication, your constant support & for a journey filled with affection & learning. It has been a privilege. All the best for a great future.
— Rahul Gandhi (@RahulGandhi) November 8, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
Advertisement
