શોધખોળ કરો
Advertisement
Coronavirus: દિલ્હી બાદ હવે યુપીના 22 શહેરોમાં રેલવે કૉચની અંદર બનાવાશે કૉવિડ કેર સેન્ટર
આ 22 શહેરોમાં 25 રેલવે સ્ટેશનોની વૉશિંગ લાઇનની પાસે આ આઇસૉલેશન સેન્ટર ઉભુ કરવામાં આવશે. વારાણસીના ત્રણ સ્ટેશનો પર અને દેવરિયાના બે સ્ટેશનો પર તેને લગાવવામાં આવશે, જ્યારે બાકીના શહેરોના માત્ર મુખ્ય રેલવે સ્ટેશન પર તેને રખાશે
નવી દિલ્હીઃ દેશમાં દિલ્હી બાદ હવે ઉત્તર પ્રદેશમાં કોરોનાનો ખતરો વધી રહ્યો છે, દિવસે દિવસે દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ વાતને ધ્યાનમાં રાખીને હવે ઉત્તરપ્રદેશમાં 22 શહેરોમાં રેલવેમાં રેલ કૉવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવશે.
આ 22 શહેરોમાં 25 રેલવે સ્ટેશનોની વૉશિંગ લાઇનની પાસે આ આઇસૉલેશન સેન્ટર ઉભુ કરવામાં આવશે. વારાણસીના ત્રણ સ્ટેશનો પર અને દેવરિયાના બે સ્ટેશનો પર તેને લગાવવામાં આવશે, જ્યારે બાકીના શહેરોના માત્ર મુખ્ય રેલવે સ્ટેશન પર તેને રખાશે. 13 તારીખ સુધી તૈયારીઓનો રિપોર્ટ રેલવે બોર્ડ સમક્ષ રજૂ થશે.
આ રેલ કૉવિડ કેર સેન્ટરમાં 10 નૉન એસી જનરલ કૉચ છે, દરેક કૉચમાં 16 દર્દીઓને રાખવામાં આવશે. એક કૉચમાં 9 કૂપ હોય છે. 8 કૂપોમાં દર્દીઓનો રાખવામાં આવશે, અને એક કૂપા મેડિકલ સ્ટાફ માટે હશે. એટલે કે બેડ બનાવવામાં આવશે. દરેક કૉચમાં એક ઓક્સિજન સિલીન્ડર પણ હશે. વધારાના મેડિકલ ઇક્વિપમેન્ટ, સ્ટાફ અને સુવિધાઓ રાજ્ય સરકાર લગાવશે.
ઉત્તરપ્રદેશના કયા કયા સ્ટેશનો પર બનેશે રેલ કૉવિડ કેર સેન્સર....
મુગલસરાય, ઝાંસી, ગોરખપુર, વારાણસી, સિટી, ગોંડા, બરેલી, સિટી, મંડુઆડીહ, વારાણસી, બરેલી જંક્શન, સહારનપુર, ચોપન, નજીબાબાદ, બલિયા, મઉ, ફૈઝાબાદ,ગાઝીપુર સિટી, આઝમગઢ, નૌતનવા, ફર્રૂખાબાદ, ભટની, દેવરિયા, મિર્ઝાપુર, ભદોહી, બહરાઇચ અને કાસગંજ રેલવે સ્ટેશન પર રેલ કૉવિડ કેર સેન્ટર બનાવવામાં આવશે, આ લગાવવાની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion