શોધખોળ કરો
Advertisement
મોદી સરકાર આપશે વધુ એક મોટો ઝટકો, રેલવેના ભાડામાં થશે વધારો
રેલવે બોર્ડના અધ્યક્ષ વીકે યાદવના જણાવ્યા મુજબ, જનસુવિધા ભાડુ એરપોર્ટ સંચાલકો દ્વારા લેવામાં આવતા ભાડા જેવું જ હશે
નવી દિલ્હીઃ મોંઘવારીના મારથી પીડાઈ રહેલા લોકોને વધુ એક ફટકો લાગી છે. રાંધણગેસના બાટલાના ભાવ વધારા બાદ મોદી સરકાર રેલવે મુસાફરી પણ મોંઘી કરી શકે છે. ભારતીય રેલવે મુસાફરો પાસેથી હાલની તુલનામાં વધારે ભાડું વસૂલવાની તૈયારી કરી રહી છે. જેને લઈ ટૂંક સમયમાં નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવશે,
શું છે મામલો
રેલવે બોર્ડના અધ્યક્ષ વીકે યાદવના જણાવ્યા મુજબ, જનસુવિધા ભાડુ એરપોર્ટ સંચાલકો દ્વારા લેવામાં આવતા ભાડા જેવું જ હશે. તેના દ્વારા સ્ટેશનોના વિકાસ માટે ભંડોળ એકઠું કરાશે. આ ભાડુ મામૂલી હશે. તેનાથી રેલવે ભાડામાં સામાન્ય વધારો થશે પરંતુ મુસાફરોના વિશ્વ સ્તરના સ્ટેશનોની સુવિધા મળશે.
નવા વિકસિત રેલવે સ્ટેશનો પર આ ભાડુ ત્યાં આવતા યાત્રીઓની સંખ્યાના આધારે અલગ-અલગ હશે. રેલવે મંત્રાલય જલદી ભાડાના રૂપમાં વસૂલવામાં આવનારી રકમ અંગે નોટિફિકેશન બહાર પાડશે. મોદી સરકારે તેમના પ્રથમ કાર્યકાળમાં 400 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ કરવાની જાહેરાત કરી હતી.
Bajaj એ લોન્ચ કર્યુ Pulsar 150નું BS6 મૉડલ, પહેલા કરતા આટલી થઈ મોંઘી
SCનો રાજકીય પક્ષોને આદેશ, ઉમેદવારોને ક્રિમિનલ રેકોર્ડ વેબસાઇટ પર કરો જાહેર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
દુનિયા
Advertisement