શોધખોળ કરો
Advertisement
રેલ્વે પાસે કર્મચારીઓને પગાર ચૂકવવાનાં પણ નાણાં નથી જાણો ? મોદી સરકારે શું કરી મોટી જાહેરાત ?
રેલવે પાસે પગાર ચૂકવાવના પણ રૂપિયા નથી એ સમાચાર ખોટા છે અને વાસ્તવિકતા એ છે કે, રેલવે તેના તમામ 12 લાખથી વધારે કર્મચારીઓને નિયમિત પગાર ચૂકવી રહી છે.
અમદાવાદઃ શું રેલવે પાસે પોતાના કર્મચારીઓને પગાર ચૂકવાવના રૂપિયા પણ નથી. સોશિયલ મીડિયામાં ચાલી રહેલ એક અહેવાલને લઈને સરકારે સ્પષ્ટતા કરી છે કે, રેલવે તેના તમામ 12 લાખ કર્મચારીઓને નિયમિત પગાર ચૂકવી રહ્યું છે.
સોશિયલ મીડિયામાં એક અહેવાલ વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રેલવેએ પાછલી ભરતી અટકાવી દીધી છે અને નવી ભરતી પણ બંધ કરી છે. સાથે જ આઉટસોર્સિંગને કારણે નોકરી ઘટી હોવાના દોવા કરતાં કહ્યું કે, હવે આઉટસોર્સિંગનો સ્ટાફ પણ ઘટાડવામાં આવશે.
અહેવાલમાં જાણીતા પત્રકારની તસવીર સાથે લખવામાં આવ્યું છે કે, રેલવે મંત્રીએ રેલવેનો એટલો વિકાસ કર્યો છે કે, રૂપિયા જ પૂરા થઈ ગયા છે અને રેલવે પગાર ચૂકવવાની સ્થિતિમાં પણ નથી.
જોકે આ મામલે સરકારે સ્પષ્ટતા કરી છે. PIBAhmedabad ટ્વિટર હેન્ડલ પરથી ખુલાસો કર્યો છે. ટ્વિટર પર લખવામાં આવ્યું છે કે, રેલવે પાસે પગાર ચૂકવાવના પણ રૂપિયા નથી એ સમાચાર ખોટા છે અને વાસ્તવિકતા એ છે કે, રેલવે તેના તમામ 12 લાખથી વધારે કર્મચારીઓને નિયમિત પગાર ચૂકવી રહી છે અને 1 લાખથી દારે નવી ભરતી માટે પ્રક્રિયા ચાલુ થનાર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement