શોધખોળ કરો

દિલ્હી-NCRમાં વરસાદની એન્ટ્રી, અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી

રાજધાની દિલ્હી અને NCRમાં આજે હવામાનનો મિજાજ બદલાયો છે. જોરદાર પવનની સાથે વરસાદ શરૂ થયો છે જેના કારણે ઘણું નુકસાન થયું છે. આ દરમિયાન હવામાન વિભાગે વરસાદને લઈને નવું અપડેટ આપ્યું છે

Delhi Rain: રાજધાની દિલ્હી અને NCRમાં આજે હવામાનનો મિજાજ બદલાયો છે. જોરદાર પવનની સાથે વરસાદ શરૂ થયો છે જેના કારણે ઘણું નુકસાન થયું છે. આ દરમિયાન હવામાન વિભાગે વરસાદને લઈને નવું અપડેટ આપ્યું છે. જણાવવામાં આવ્યું છે કે દિવસભર હવામાનનો મિજાજ આવો જ રહી શકે છે. હાલમાં વરસાદ અને પવન ઓછો તશે પરંતુ વચ્ચે-વચ્ચે હળવો વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું છે કે, આજનો વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થઈ રહ્યો છે જે આવતીકાલ સુધી સક્રિય રહેશે. આવી સ્થિતિમાં, ઘરની બહાર નીકળતા પહેલા તમારે વરસાદની સ્થિતિ જોઈને તૈયારી કરીને બહાર નિકળવું. દિલ્હી-NCRમાં સવારે 4 વાગ્યાથી સતત વરસાદ ચાલુ છે. આકરી ગરમી વચ્ચે હવામાનનો મિજાજ એકાએક બદલાયો છે.  ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ શરૂ થયો હતો, ભારે વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. આ સમયે દિલ્હી-એનસીઆરમાં વાતાવરણ ખુશનુમા બની ગયું છે પરંતુ કેટલીક સમસ્યાઓ પણ ઉભી થઈ છે.

 

દિલ્હી-NCRમાં સવારથી વરસાદ અને જોરદાર વાવાઝોડાને કારણે દિલ્હી ફાયર વિભાગને વૃક્ષો પડવાના 100થી વધુ કોલ મળ્યા છે. જો કે હજુ સુધી કોઈ મોટી જાનહાનીના સમાચાર નથી. ત્રણ જગ્યાએથી દિવાલ ધરાશાયી થવાના કોલ આવ્યા હતા, જેમાં મોતી નગર વિસ્તારમાં દિવાલ ધરાશાયી થવાથી 3 લોકો ઘાયલ થયા હતા. ફાયર વિભાગનું કહેવું છે કે અમે સંપૂર્ણ રીતે એલર્ટ છીએ અને સતત કોલ એટેન્ડ કરી રહ્યા છીએ.

રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવીટી શરૂ, ગુજરાતના આ ભાગમાં 25 મેના રોજ વરસાદની આગાહી
રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવીટી સક્રિય હોવાથી ભેજના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે.  રાજસ્થાનમાં ચોમાસુ ખેંચી લાવતી થર્મલ લો સિસ્ટમ રચાતા વાતાવરણમાં પલટો આવ્યો છે. પ્રિમોન્સૂન એક્ટિવીટીના ભાગરૂપે જ રવિવારે સવારે વાતાવરણમાં પલટો આવતાઆકાશમાં વાદળ ઘેરાયા હતા અને ધૂળીયુ વાતાવરણ સર્જાયું હતુ. જેના લીધે મોટાભાગના શહેરનું તાપમાન ઘટ્યુ હતુ.

જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે. આ વખતે રાજ્યમાં સામાન્ય ચોમાસું રહે એમ મનાઇ રહ્યું છે. કેરળમાં 26 મેથી ચોમાસાનું આગમન થઇ શકે છે. આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં 10થી 15 જૂન વચ્ચે અને 15થી 20 જૂન વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઇ શકે છે.

હવામાન વિભાગ પ્રમાણે, 'નૈઋત્યના ચોમાસાએ ભારતમાં આગમન કરી લીધું છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કેરળ, કર્ણાટકના દરિયાઈ વિસ્તાર તેમજ મેઘાલય-આસામ-અરૂણાચલ પ્રદેશમાં વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં ગયા વર્ષે ચોમાસામાં 32.56 ઈંચ સાથે મોસમનો સરેરાશ 98.48% વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં આ દરમિયાન તાપમાનનો પારો 41 ડિગ્રી આસપાસ રહેવાનો અંદાજ છે.

ટોપ સ્ટોરી

CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
ભગવંત માનને 3 કલાક સુધી એરપોર્ટ પર રોક્યા, 50 હજારનો લગાવ્યો દંડ
ભગવંત માનને 3 કલાક સુધી એરપોર્ટ પર રોક્યા, 50 હજારનો લગાવ્યો દંડ
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
ઉત્તરપ્રદેશ ચૂંટણીને લઈ એક્શનમાં પ્રિયંકા ગાંધી, 150 બેઠકોનું બનાવ્યું લિસ્ટ 
ઉત્તરપ્રદેશ ચૂંટણીને લઈ એક્શનમાં પ્રિયંકા ગાંધી, 150 બેઠકોનું બનાવ્યું લિસ્ટ 

વિડિઓઝ

Yusuf Pathan : TMC છોડનાર સાંસદ યુસુફ પઠાણ પર વડોદરા મનપા મહેરબાન
Hun To Bolish : હું તો બોલીશ : એકતા અને આસ્થાની પલ્લી
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળનું દહન ક્યારે?
Rajkot News: સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી
CM Bhupendra Patel: વીજળીની વધતી માગ પર સરકાર એક્શનમાં , મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
રોલ્સ-રોયસ ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ, મહિને કેટલી આવશે EMI
રોલ્સ-રોયસ ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ, મહિને કેટલી આવશે EMI
ચાલતી ટ્રેનમાં ઓર્ડર કરો ચાર્જર, દવાઓ અને જરૂરી સામાન, Blinkit કરશે ડિલિવરી
ચાલતી ટ્રેનમાં ઓર્ડર કરો ચાર્જર, દવાઓ અને જરૂરી સામાન, Blinkit કરશે ડિલિવરી
ભગવંત માનને 3 કલાક સુધી એરપોર્ટ પર રોક્યા, 50 હજારનો લગાવ્યો દંડ
ભગવંત માનને 3 કલાક સુધી એરપોર્ટ પર રોક્યા, 50 હજારનો લગાવ્યો દંડ
ICC એ 2027 ટી20 વર્લ્ડ કપના શેડ્યૂલનું કર્યું એલાન, જાણો કયા ગ્રુપમાં છે ભારત-પાકિસ્તાન
ICC એ 2027 ટી20 વર્લ્ડ કપના શેડ્યૂલનું કર્યું એલાન, જાણો કયા ગ્રુપમાં છે ભારત-પાકિસ્તાન
Embed widget