કોણે કરી રાજા રઘુવંશીની હત્યા? રાજ કુશવાહા છે માસ્ટર માઈન્ડ, ફોન પર અપડેટ લેતી હતી સોનમ
Raja Raghuwanshi Murder Case: પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનમે પોતે મેઘાલયની ટિકિટ બુક કરાવી હતી, પરંતુ કોઈ રિટર્ન ટિકિટ બુક કરાવી ન હતી.

Raja Raghuwanshi Murder Case: શિલોંગ હનિમૂન કેસમાં ઇન્દોર અને મેઘાલય પોલીસની સંયુક્ત કાર્યવાહીથી એક મોટો ખુલાસો થયો છે. રાજા રઘુવંશીની હત્યામાં ત્રણ લોકો આરોપી છે. આમાં વિક્કી ઠાકુર, આનંદ અને રાજ કુશવાહાના નામનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે રાજ કુશવાહ આ સમગ્ર કેસનો માસ્ટરમાઇન્ડ હતો, જે સતત સોનમ રઘુવંશીના સંપર્કમાં હતો. પોલીસે કોલ ડિટેલ રેકોર્ડ (CDR)ના આધારે તેને શોધી કાઢ્યો અને પકડી લીધો હતો.
Indore couple case: "If Sonam is involved, she should be punished...": Brother of Raja Raghuvanshi
— ANI Digital (@ani_digital) June 9, 2025
Read @ANI Story | https://t.co/60mgmmEULO #rajaraghuvanshi #Sonam #IndoreMurder pic.twitter.com/MEzIweBDXQ
મળતી માહિતી મુજબ, આનંદ રાજા પર હુમલો કરનાર સૌપ્રથમ હતો. ત્યારબાદ અન્ય બે આરોપીઓ ગુનાને અંજામ આપ્યો હતો. આ કેસમાં ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચે ગાઝીપુર પોલીસને જરૂરી ઇનપુટ પૂરા પાડ્યા હતા, ત્યારબાદ સોનમ રઘુવંશીએ નંદગંજ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું.
Indore missing couple case | Sonam Raghuvanshi, age about 24 years, was found at Kashi Dhaba on the Varanasi-Ghazipur main road. She was sent to Sadar Hospital for initial treatment and then kept in the One Stop Centre in Ghazipur: ADG Law and Order, Uttar Pradesh, Amitabh Yash… pic.twitter.com/6buc7iX5eG
— ANI (@ANI) June 9, 2025
સોનમે પોતે મેઘાલયની ટિકિટ બુક કરાવી હતી
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનમે પોતે મેઘાલયની ટિકિટ બુક કરાવી હતી, પરંતુ કોઈ રિટર્ન ટિકિટ બુક કરાવી ન હતી. આનાથી એ શંકા વધુ ઘેરી બને છે કે રાજા રઘુવંશીને મારવાનું કાવતરું પહેલાથી જ ઘડવામાં આવ્યું હતું.
બે આરોપીઓ ઇન્દોર પોલીસની કસ્ટડીમાં છે
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ કુશવાહા અને વિક્કી ઠાકુર હાલમાં ઇન્દોર પોલીસની કસ્ટડીમાં છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે ત્રીજા આરોપી આનંદને શિલોંગ પોલીસે મધ્યપ્રદેશના સાગરથી અટકાયતમાં લઈને મેઘાલય લઈ જવામાં આવ્યો છે. ત્રણેય આરોપીઓની ભૂમિકા અને પરસ્પર કાવતરાના રહસ્યને ઉકેલવા માટે પોલીસ સતત કોલ રેકોર્ડ, લોકેશન અને અન્ય ટેકનિકલ પુરાવાઓની મદદ લઈ રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં વધુ ધરપકડ થઈ શકે છે, કારણ કે કાવતરામાં વધુ લોકો સામેલ હોવાની શક્યતા છે.





















