(Source: ECI/ABP News/ABP Majha)
Omicron Update: રાજસ્થાનમાં ઓમિક્રોનના 21 નવા કેસ નોંધાતા ખળભળાટ, રાજ્યમાં કુલ કેસની સંખ્યા 43 થઈ
Omicron Cases in Rajasthan: દેશમાં જીવલેણ કોરોના વાયરસ(Coronavirus)ના ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોન(Omicron) હવે ઝડપથી ફેલાઈ રહ્યો છે.
Omicron Cases in Rajasthan: દેશમાં જીવલેણ કોરોના વાયરસ(Coronavirus)ના ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોન(Omicron) હવે ઝડપથી ફેલાઈ રહ્યો છે. રાજસ્થાનમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોન(Omicron)ના 21 નવા કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજસ્થાન(Rajasthan)માં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા હવે વધીને 43 થઈ ગઈ છે. દેશમાં, 17 રાજ્યોમાં 400 થી વધુ લોકો આ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત થયા છે.
ઓમિક્રોનના ખતરાને જોતા દિલ્હી(Delhi) અને મહારાષ્ટ્ર(Maharashtra) સહિત ઘણા રાજ્યોએ કડક નિયંત્રણો લાદવાનું શરૂ કરી દીધું છે. તે જ સમયે, ચૂંટણી રાજ્ય ઉત્તર પ્રદેશમાં આજથી નાઇટ કર્ફ્યુ લાગુ કરવામાં આવશે. નાઇટ કર્ફ્યુનો સમય 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધીનો રહેશે. ઓમિક્રોન વેરિઅન્ટ વિશે સૌથી ચિંતાજનક બાબત એ છે કે તેના લક્ષણો દેખાતા નથી. દેશમાં ઓમિક્રોનના 183 કેસોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાં 70 ટકા સંક્રમિતોએ કોઈ લક્ષણો દર્શાવ્યા ન હતા.
દેશમાં અત્યાર સુધી કોઈ મૃત્યુ થયું નથી
સૌથી મોટી વાત એ છે કે આ વેરિઅન્ટને કારણે દેશમાં અત્યાર સુધી એક પણ મૃત્યુ નથી થયું. ઓમિક્રોન વેરિઅન્ટ્સના વધતા જતા કેસોની વચ્ચે સરકારે કહ્યું કે અમારે અમારી તકેદારી જાળવવાની જરૂર છે, ખાસ કરીને વર્ષના અંતના તહેવારો દરમિયાન. આ સાથે સરકારે લોકોને ભીડવાળી જગ્યાઓ અને બિનજરૂરી મુસાફરી ટાળવા વિનંતી કરી અને કોવિડ સંબંધિત યોગ્ય વર્તન અને વહેલા રસીકરણ પર ભાર મૂક્યો. અત્યાર સુધી ભારતમાં મુખ્ય સ્વરૂપ ડેલ્ટા જ રહ્યું છે.
ભારતમાં કોરોનાના કેસ
ભારતમાં ઓમિક્રોનના ફફડાટ વચ્ચે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 28માં દિવસે કોરનાના નવા કેસ 10 હજારથી નીચે રહ્યા છે. દેશમાં હજુ પણ કેરળમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 7189 નવા કેસ નોંધાયા છે અને 387 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે.7286.લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 77,032પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 3281 કેસ નોંધાયા છે અને 342 સંક્રમિતોના મોત થયા છે. ઓમિક્રોનના કુલ કેસ 415 થયા છે.