શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સોનિયા ગાંધીએ કહ્યુ- રાજીવ 1984માં સત્તામાં આવ્યા પરંતુ ક્યારેય ડર ફેલાવ્યો નથી
સોનિયાએ કહ્યું કે, રાજીવે ના સ્વતંત્રતા ખત્મ કરી ના લોકોની લિબર્ટી છીનવી હતી.
નવી દિલ્હીઃ કોગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, તેમના પતિ અને પૂર્વ વડાપ્રધાન સ્વ-રાજીવ ગાંધી વર્ષ 1984માં સત્તામાં આવ્યા હતા પરંતુ તેમણે સત્તાનો ઉપયોગ ભયનો માહોલ પેદા કરવા માટે નથી કર્યો. સોનિયાએ કહ્યું કે, રાજીવે ના સ્વતંત્રતા ખત્મ કરી ના લોકોની લિબર્ટી છીનવી હતી.
રાજીવ ગાંધીને લઇને આયોજીત એક કાર્યક્રમ દરમિયાન ગુરુવારે સાંજે સોનિયા ગાંધીએ કહ્યુ કે, પૂર્વ વડાપ્રધાને ક્યારેય પણ સત્તાનો ઉપયોગ લોકતંત્રના સિદ્ધાંતને ખતરામાં નાખવા માટે નથી કર્યો.
સોનિયા ગાંધીએ આ નિવેદન એવા સમયમાં આપ્યું છે જ્યારે યુપીએ સરકાર દરમિયાન નાણામંત્રી રહેલા સીનિયર કોગ્રેસ નેતા પી.ચિદંબરમની સીબીઆઇએ ધરપકડ કરી હતી. સીબીઆઇ કોર્ટે તેમને પાંચ દિવસના સીબીઆઇ રિમાન્ડ મોકલ્યા હતા. આઇએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર મામલામાં ચિદંબરમની ધરપકડ કરી હતી. ગુરુવારે સીબીઆઇની વિશેષ અદાલતે ચિદંબરમને 26 ઓગસ્ટ સુધી સીબીઆઇની રિમાન્ડ પર મોકલ્યા છે. નોંધનીય છે કે કોગ્રેસ સરકાર તરફથી સતત સરકાર પર સંસ્થાઓ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.તાજેતરમાં જ લોકસભા ચૂંટણીમાં કોગ્રેસ પાર્ટીની હાર બાદ રાહુલ ગાંધીએ કોગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ સોનિયા ગાંધીને કોગ્રેસ વર્કિગ કમિટીની બેઠકમાં કોગ્રેસના વચગાળાના અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લીધો હતો.Congress Interim President Sonia Gandhi in Delhi: Rajiv Gandhi came to power in 1984 but he never used powers to create an atmosphere of fear or to destroy the freedom & liberty of the people. He never used his power to put the principles of democracy in danger. pic.twitter.com/kyh4yjx3rK
— ANI (@ANI) August 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion