શોધખોળ કરો
Advertisement
ગૃહમંત્રીએ બોલાવી બેઠક, PAK વિરુદ્ધ પુરી પ્લાનિંગની સાથે કદમ ઉઠાવશે સરકાર
નવી દિલ્લી: ઉરી હુમલા પર પીએમ મોદીની બેઠક બાદ ભારત સરકારે એક્શન મોડમાં આવી ગઈ છે. એક તરફ ગૃહમંત્રી રાજનાથ સિંહે હુમલાને લઈને સમીક્ષા બેઠક બોલાવી, તો બીજી બાજુ સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને ઘેરવા માટે વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પણ તૈયારી કરી લીધી છે. કેંદ્રીય મંત્રી રિઝિઝૂએ કહ્યું કે સરકાર પુરી પ્લાનિંગની સાથે કાર્યવાહી કરશે.
ગૃહમંત્રી રાજનાથ સિંહે મંગળવારે સવારે 10.30 વાગે મીટિંગ બોલાવી હતી. આ બેઠક દરમિયાન રાજનાથ સિંહે ઉરી આતંકી હુમલાની સમીક્ષા કરી અને સાથે જમ્મુ-કાશ્મીરની હાલની હાલત પર ચર્ચા વિચારણા કરી હતી. ગૃહમંત્રીએ પોતાનો રશિયા પ્રવાસને રદ્દ કરી નાંખ્યો છે અને આતંકીઓને સૈન્ય તરફથી કેવી રીતે મૂંહતોડ જવાબ આપી શકાય તે વિશે ચર્ચા કરવામાં આવી રહી છે. અને તેના લીધે જ વિદેશ સચિવ જય શંકર પણ ગૃહમંત્રીએ બોલાવેલી બેઠકમાં હાજર રહ્યા હતા.
મંગળવારે સવારે 10.30 વાગે ગૃહમંત્રી રાજનાથ સિંહે નોર્થ બ્લોકમાં બેઠક બોલાવી હતી. જેમાં વિદેશ સચિવની સિવાય આઈબી ડાયરેક્ટર અને રૉ ચીફની સાથે એનએસએ અજીત ડોભાલ પણ હાજર રહ્યા હતા. લગભગ એક કલાક ચાલેલી આ બેઠકમાં સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી હતી અને જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ પર ખાસ રીતે ચર્ચા કરવામાં આવી હતી. 18 જવાનો શહીદ થવાના કારણે આખા દેશ ક્રોધમાં છે. વડાપ્રધાને પહેલા આશ્વાસન આપ્યું કે આતંકી હુમલાની કડક કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ કાર્યવાહીનો માયદંડ શું હશે, તેના પર સરકાર તમામ વિશેષજ્ઞ અને જાણકારો પાસેથી સલાહ લઈ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion