Rajnath Singh Health Update: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અચાનક તબિયત બગડી, એઇમ્સના ન્યુરો સર્જરી વિભાગમાં કરાયા દાખલ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ગુરુવારે (11 જુલાઈ) અચાનક તબિયત બગડી ગઈ, જેના પછી તેમને એઇમ્સના ન્યુરો સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે.
Rajnath Singh Health Update: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ગુરુવારે (11 જુલાઈ) અચાનક તબિયત બગડી ગઈ, જેના પછી તેમને એઇમ્સના ન્યુરો સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રો અનુસાર પીઠના દુખાવાની ફરિયાદ પછી તેમને એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા. હાલમાં તેમની સ્થિતિ સારી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે 10 જુલાઈ 2024ના રોજ તેમનો 73મો જન્મદિવસ ઉજવ્યો હતો. દેશના તમામ નેતાઓએ તેમને શુભેચ્છાઓ આપી હતી. એઇમ્સે સત્તાવાર રીતે સંરક્ષણ મંત્રીના સ્વાસ્થ્ય અંગે કોઈ નિવેદન જારી કર્યું નથી.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના જન્મદિવસ પર પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરીને તેમને મંત્રીમંડળના એક મૂલ્યવાન સહયોગી ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું, "એક એવા નેતા, જેમનો તેમની બુદ્ધિમત્તા માટે વ્યાપક આદર છે. કઠોર મહેનત અને સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાના આધારે તેઓ જાહેર જીવનમાં આગળ વધ્યા છે. તેઓ ભારતના સંરક્ષણ તંત્રને મજબૂત કરવા અને આપણા દેશને આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાની આગેવાની કરી રહ્યા છે. તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરું છું."
Defence Minister Rajnath Singh was admitted to the old private ward, early morning today, with a complaint of back pain. He is stable and under observation: AIIMS Delhi
— ANI (@ANI) July 11, 2024
(File photo) pic.twitter.com/WTsHj1vt2H
વર્ષ 1974માં તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો અને 1977માં યુપીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. તેઓ 1988માં ઉત્તર પ્રદેશ વિધાન પરિષદ માટે એમએલસી તરીકે ચૂંટાયા અને 1991માં શિક્ષણ મંત્રી બન્યા. યુપીમાં શિક્ષણ મંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે નકલ વિરોધી કાયદો અને વૈદિક ગણિતની શરૂઆત કરી.