શોધખોળ કરો

Ram Mandir Pran Pratishtha: PM મોદીએ રામ મંદિર નિર્માણ સાથે જોડાયેલા કારીગરો પર કરી પુષ્પ વર્ષા, જુઓ વીડિયો

PM Modi: સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે આ કાર્ય દૈવી આશીર્વાદ અને દિવ્ય આત્માઓના કારણે પૂર્ણ થયું છે. હું પણ આ તમામ દિવ્ય ચેતનાઓને નમન કરું છું.

Ram Mandir Pran Pratishtha: લાંબા સમય બાદ આખરે રામલલા અયોધ્યામાં સ્થાયી થયા છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં દેશભરમાંથી અનેક મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ ત્યાં હાજર લોકોને સંબોધિત કર્યા હતા. તેમણે સિયાવર રામચંદ્રને વંદન કરીને પોતાના ભાષણની શરૂઆત કરી.

કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે સિયાવર રામચંદ્ર કી જય! આપ સૌને નમસ્કાર, સૌને રામ-રામ! આજે આપણા રામ આવ્યા છે. તેમણે કહ્યું કે સદીઓની રાહ જોયા બાદ આપણા રામ આવ્યા છે. સદીઓની અભૂતપૂર્વ ધીરજ, અસંખ્ય બલિદાન, ત્યાગ અને તપસ્યા પછી આપણા ભગવાન રામનું આગમન થયું છે. આ શુભ અવસર પર આપ સૌને અને તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. હું દિવ્ય ચેતનાના સાક્ષી તરીકે ગર્ભગૃહમાં તમારી સમક્ષ હાજર થયો છું.

આપણા રામલલા હવે તંબુમાં નહીં રહે. આપણા રામલલા હવે દિવ્ય મંદિરમાં રહેશે. હું દ્રઢપણે માનું છું અને અતૂટ શ્રદ્ધા રાખું છું કે જે કંઈ પણ થયું છે, દેશના અને વિશ્વના ખૂણે ખૂણે રહેલા રામ ભક્તો તેને અનુભવતા જ હશે. આ ક્ષણ અલૌકિક છે. આ ક્ષણ સૌથી પવિત્ર છે. આ વાતાવરણ, આ ક્ષણ આપણા બધા પર ભગવાન શ્રી રામના આશીર્વાદ છે.

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે આ કાર્ય દૈવી આશીર્વાદ અને દિવ્ય આત્માઓના કારણે પૂર્ણ થયું છે. હું પણ આ તમામ દિવ્ય ચેતનાઓને નમન કરું છું. આજે હું ભગવાન શ્રી રામની પણ માફી માંગુ છું. આપણા પ્રયત્નોમાં, આપણા ત્યાગ અને તપમાં કંઈક તો કમી હોવી જોઈએ કે આપણે આટલી સદીઓ સુધી આ કામ ન કરી શક્યા. આજે એ ઉણપ ભરાઈ ગઈ છે. મને વિશ્વાસ છે કે ભગવાન રામ આજે આપણને ચોક્કસ માફ કરશે. લાંબા સમયથી અલગ રહેવાથી સર્જાતી સમસ્યાનો અંત આવ્યો છે.

પ્રાણ પ્રતિષ્ઠા બાદ સંબોધન કર્યા બાદ પીએમ મોદીએ પરિસરમાં સાધુ-સંતોને મળ્યા હતા. જે બાદ તેમણે અયોધ્યા રામ મંદિરના કન્સ્ટ્રક્શન કામમાં યોગદાન આપનારા શ્રમિકો પર પુષ્પવર્ષા કરી હતી.

અયોધ્યામાં પીએમ મોદીએ શબરી, જટાયું અને ખિસકોલીને યાદ કરી શું કહ્યું? જાણો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત

Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ

iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ

Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rajkot Highway Accident : 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 2ના મોત ; 3 આઇસર બળીને ખાખHun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ
iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી

શિયાળો આવતા જ તમે તો નથી બની રહ્યા ને ડિપ્રેશનનો શિકાર, આ હોઇ શકે છે કારણ

AUS vs IND: મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર કોનસ્ટાસ અને વિરાટ કોહલી વચ્ચે 'ટક્કર', જુઓ વીડિયો

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી

Embed widget