Rampur Bypolls Result 2022: આઝમ ખાનના ગઢમાં BJP એ ગાબડુ પાડ્યું, સપાના ઉમેદવારને જાણો કેટલા મતે હરાવ્યા
એક સમયે સમાજવાદી પાર્ટી(Samajwadi Party)ના ધારાસભ્ય આઝમ ખાન(Azam Khan)નો ગઢ ગણાતી આ સીટ પર પેટાચૂંટણીમાં મોટી ઉથલપાથલ થઈ હતી.
Bypolls Results 2022: ઉત્તર પ્રદેશની રામપુર લોકસભા સીટ (Rampur Bypolls Result) માટે મત ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. એક સમયે સમાજવાદી પાર્ટી(Samajwadi Party)ના ધારાસભ્ય આઝમ ખાન(Azam Khan)નો ગઢ ગણાતી આ સીટ પર પેટાચૂંટણીમાં મોટી ઉથલપાથલ થઈ હતી. અહીં ભાજપના ઉમેદવાર ઘનશ્યામ સિંહ લોધી (Ghanshyam Singh Lodhi)એ સપાના ઉમેદવાર અસીમ રાજા(Asim Raja)ને હરાવ્યા છે. ઘનશ્યામ સિંહ લોધીએ SP ઉમેદવારને 42,048 મતોથી હરાવ્યા.
15મા રાઉન્ડ સુધી સપા આગળ હતી
રામપુર સીટ પર પેટાચૂંટણીમાં મોટી ઉથલપાથલ થઈ છે. અહીંથી બીજેપીના ઘનશ્યામ સિંહ લોધીએ મોટી જીત નોંધાવીને સપાના ગઢમાં ગાબડુ પાડ્યું છે. બીજેપીના ઘનશ્યામ સિંહ લોધીને 3,67,104 વોટ મળ્યા જ્યારે સપાના ઉમેદવાર અસીમ રાજાને 3,25,056 વોટ મળ્યા. જોકે, પ્રથમ ત્રણ રાઉન્ડની ગણતરી સુધી બંને વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. પહેલા બે રાઉન્ડ સુધી અહીં સપાના અસીમ રાજા લગભગ 3 હજાર વોટથી આગળ હતા. પરંતુ આ પછી મતગણતરીનાં ત્રીજા રાઉન્ડમાં ભાજપે લીડ મેળવી હતી. પરંતુ તે પછી ઝડપથી સમીકરણ બદલાયું અને સપાના ઉમેદવારે ધીમે ધીમે 15 હજારથી વધુ મતોની લીડ મેળવી.
17મા રાઉન્ડ બાદ ભાજપે લીડ બનાવી છે
રામપુરમાં જ્યારે મતગણતરીનો 15 રાઉન્ડ પૂરો થયો ત્યારે અસીમ રાજા 15,409 મતોથી આગળ હતા. 15 રાઉન્ડની મતગણતરી બાદ સપાના ઉમેદવારને 1,89,424 વોટ મળ્યા અને બીજેપીના ઉમેદવારને 1,76,930 વોટ મળ્યા. પરંતુ 16મા રાઉન્ડની મતગણતરી બાદ ભાજપની તરફેણમાં સમીકરણો બદલાવા લાગ્યા હતા. મતગણતરીનો 17મો રાઉન્ડ પૂર્ણ થયો ત્યારે ભાજપે 14,140 મતોની લીડ મેળવી હતી. આ પછી આ વધારો સતત વધતો ગયો અને ભાજપે મોટી જીત નોંધાવી. તે જ સમયે, જ્યારે રામપુરમાં મતગણતરી છેલ્લા રાઉન્ડમાં હતી, ત્યારે ભાજપના સંગઠન મહાસચિવ બીએલ સંતોષે રામપુર બેઠક પર જીતનો દાવો કર્યો હતો. તેણે ટ્વીટ કરીને આ દાવો કર્યો છે.