RCP Singh resigns : નીતીશકુમાર સાથે વિવાદ અને ભ્રષ્ટાચારના આરોપો બાદ આરસીપી સિંહે JDUમાંથી રાજીનામું આપ્યું
RCP Singh resigns from JDU : RCP સિંહે આજે પોતાના ગામમાં પ્રેસ કોન્ફરન્સ કરીને JDU છોડવાની જાહેરાત કરી હતી.
RCP Singh resigns from JDU : પૂર્વ કેન્દ્રીય મંત્રી રામચંદ્ર પ્રસાદ સિંહ (RCP સિંહ) એ જનતા દળ યુનાઈટેડ (JDU)ના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપી દીધું છે. નીતીશકુમાર સાથે વિવાદ અને ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે આરસીપી સિંહે આ પગલું ભર્યું છે. RCP સિંહે આજે પોતાના ગામમાં પ્રેસ કોન્ફરન્સ કરીને JDU છોડવાની જાહેરાત કરી હતી.
ભ્રષ્ટાચારના આરોપો
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડએ આજે પાર્ટીના કેટલાક કાર્યકરો દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના ગંભીર આરોપો પર તેના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ આરસીપી સિંહ પાસેથી ખુલાસો માંગ્યો છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઉમેશ સિંહ કુશવાહાએ પૂર્વ કેન્દ્રીય મંત્રી આરસીપી સિંહ પાસેથી જવાબ માંગ્યો હતો. સિંહનો રાજ્યસભામાં કાર્યકાળ તાજેતરમાં પૂરો થયો હતો પરંતુ પાર્ટીએ તેમને ફરીથી ગૃહમાં મોકલ્યા ન હતા.
JD(U) issues notice to party leader RCP Singh over "discrepancies in immovable properties registered from 2013-2022 in his name and that of his family." The party has asked him to file his reply at the earliest. pic.twitter.com/bpbYinBQ99
— ANI (@ANI) August 6, 2022
મોટી સંપત્તિ હસ્તગત કર્યાના આરોપ
JDU કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો છે કે 2013 અને 2022 વચ્ચે આરસીપી સિંહ અને તેમના પરિવારના સભ્યોના નામે "મોટી સંપત્તિ" હસ્તગત કરવામાં આવી હતી. પત્રકારોના એક પ્રશ્ન પર JDU સંસદીય બોર્ડના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે, કોણે આરોપો લગાવ્યા છે તે જાહેર કરવું યોગ્ય નથી. પરંતુ ખુલાસો માંગવામાં આવ્યો છે. તેમના જવાબના આધારે પક્ષ આગળની કાર્યવાહી નક્કી કરશે.
જાણો પૂર્વ કેન્દ્રીય મંત્રી આરસીપી સિંહ વિષે
આરસીપી સિંહ, ઉત્તર પ્રદેશ કેડરના ભૂતપૂર્વ IAS અધિકારી, 1990 ના દાયકાના અંતમાં કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર હતા ત્યારે તેમણે નીતિશ કુમારનો વિશ્વાસ જીત્યો હતો. તે સમયે નીતીશ કુમાર કેન્દ્રીય મંત્રી હતા. રાજનીતિમાં જોડાવા માટે સિંહે 2010માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી.
આરસીપી સિંહે નીતીશ કુમારના મુખ્યમંત્રી તરીકેના પ્રથમ પાંચ વર્ષ દરમિયાન મુખ્ય સચિવ તરીકે સેવા આપી હતી. બાદમાં, જેડીયુમાં સિંહનું વર્ચસ્વ વધ્યું, જે એ હકીકત પરથી સમજી શકાય છે કે તેમને સતત બે વાર રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. નીતિશ કુમાર બાદ સિંહને જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.આ પછી ગયા વર્ષે આરસીપી સિંહને કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા.