ભારતમાં કોરોનાની રસી બનાવી લોકોના જીવ બચાવનારા સંશોધક ડો. જાધવનું નિધન, જાણો 4 દાયકાથી ક્યાં કરતા હતા કામ ?
સીરમ ઇન્સ્ટિટયુટની કોરોના સામેની કોવિશિલ્ડ વેક્સિન બનાવવામાં પણ ડો. જાધવે બહુમૂલ્ય યોગદાન આપ્યું હતું.
પૂણેઃ સમગ્ર વિશ્વ અત્યારે કોરોના સામે લડી રહ્યો છે. કોરોના સામેની લડતમાં કોરોનાની રસી અત્યંત અસરકારક સાબિત થઈ છે ત્યારે કોવિશિલ્ડ વેક્સિન સહિત અનેક રસીના સંશોધનમાં ઉલ્લેખનીય કામગીરી બજાવનારા વરિષ્ઠ સંશોધક ડો. સુરેશ જાધવનું નિધન થયું હતું. ડો. સુરેશ જાધવનું બુધવારે પુણેમાં 72 વર્ષની ઉંમરે નિધન થયું હતું.
ભારતમાં સંશોધક તરીકે મોટી નામના ધરાવતા ડો. જાધવના નામે આજે દુનિયાભરમાં અનેક પેટન્ટ નોંધાયેલી છે. ડો. જાધવ સીરમ ઈન્સ્ટિટ્યુટ સાથે સંકળાયેલા હતા.
સીરમ ઇન્સ્ટિટયુટની કોરોના સામેની કોવિશિલ્ડ વેક્સિન બનાવવામાં પણ ડો. જાધવે બહુમૂલ્ય યોગદાન આપ્યું હતું. સીરમ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયાના વડા આદર પુનાવાલાએ સદગત ડો. સુરેશ જાધવને શ્રધ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, સીરમ પરિવાર અને ભારતમાં કોરોનાની રસીનું ઉત્પાદન કરતા ઉદ્યોગે દીપસ્તંભ ગુમાવ્યો છે.
ડો. જાધવ છેલ્લા ચાર દાયકા કરતાં વધારે સમયથી સીરમ ઈન્સ્ટિટ્યુ સાથે જોડાયેલા હતા. ડો. સુરેશ જાધવ 1979માં સીરમ ઇન્સ્ટિટયુટમાં જોડાયા હતા. તેમનો કાર્યકાળ માર્ચ 2022 સુધી હતો. પરંતુ નાદુરસ્ત તબિયતને લીધે ઓક્ટોબરમાં જ તેમણે સ્વેચ્છિક નિવૃત્તી લીધી હતી.
Suresh Jadhav was a stalwart of vaccine manufacturing in India. He built the technical capabilities of @SerumInstIndia from the ground up. His humility & down-to-earth style always impressed me. His passing away is a sad day for all in the vaccine industry, especially the DCVMN. pic.twitter.com/G9ezwwLxTM
— Prashant Yadav (@Yadav_supplychn) December 8, 2021
ડો. સુરેશ જાધવના અવસાન પર હાવર્ડ સ્કોલર પ્રશાંત યાદવે ટ્વીટ કર્યું, "સુરેશ જાધવે ભારતમાં વેક્સીન ઉત્પાદનમાં મજબૂત ભૂમિકા ભજવી હતી. તેમણે ટેકનિકલ ક્ષમતાઓને જમીનથી ઉપર લઈ ગયા. તેમની નમ્રતા અને ગ્રાઉન્ડેડ શૈલીએ તેમને મદદ કરી." તેઓ હંમેશા પ્રભાવિત થયા છે. હું. તેમનું નિધન સમગ્ર રસી ઉદ્યોગ ખાસ કરીને DCVMN માટે દુઃખદ છે."