શોધખોળ કરો
લોકડાઉન વચ્ચે RBIની ચેતવણી, દેશના ભવિષ્ય પર પડશે કોરોનાનો કાળો પડછાયો, જાણો વિગતે
કોરોના વાયરસના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન અને વૈશ્વિક ગતિવિધિમાં આવેલી સુસ્તી નિશ્ચિત રીતે દેશના આર્થિક વિકાસ દર પર અસર કરશે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસની મહામારીના કારણે વૈશ્વિક ઉત્પાદન, સપ્લાઈ, વ્યાપાર અને પર્યટન પર વિપરીત અસર પડશે. આ ઉપરાંત તેની અસર દેશના ભવિષ્ય પર કાળા પડછાયાની જેમ પડશે તેમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. હાલ કોવિડ-19ના કારણે આર્થિક ગતિવિધિ ઠપ છે તેવા સમયે જ આ રિપોર્ટ આવ્યો છે, જે ભારત માટે ચિંતાની વાત છે.
આરબીઆઈએ કહ્યુ કે, કોરોના વાયરસના પ્રકોપે દેશના અર્થતંત્રમાં રિકવરીની સંભાવનાને પ્રભાવિત કરી છે. કોવિડ-19 ફેલોયો તે પહેલા 2020-21ને ગ્રોથના દ્રષ્ટિકોણ તરીકે જોવામાં આવતો હતો પરંતુ મહામારીએ આ ધારણા બદલી દીધી છે. કોરોના વાયરસના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન અને વૈશ્વિક ગતિવિધિમાં આવેલી સુસ્તી નિશ્ચિત રીતે દેશના આર્થિક વિકાસ દર પર અસર કરશે.
આરબીઆઈના જણાવ્યા મુજબ, પુરવઠાની અછતના કારણે ખાદ્ય પદાર્થના ભાવમાં ઘટાડો આવી શકે છે, જ્યારે બિન ખાદ્ય પદાર્થની કિંમત વધવાની સંભાવના નકારી શકાય નહીં. કોરોના વાયરસની મહામારીના કારે અનેક અર્થશાસ્ત્રીઓ વિશ્વભરમાં જરૂરી માલસામાનની અછત સર્જાવાની ચેતવણી આપી ચુક્યા છે.
દેશમાં કોરોના વાયરસથી પ્રભાવિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દેશમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા 166 થઈ છે અને સંક્રમિતોની કુલ સંખ્યા 5734 પર પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ગુજરાત
દેશ
Advertisement
