(Source: ECI/ABP News/ABP Majha)
રસી લીધા બાદ પણ ડેલ્ટા વેરિઅન્ટનું જોખમ યથાવત, પણ હોસ્પિટલમાં ભરતી થવા પર મોત....
ડેલ્ટા વેરિઅન્ટ બીજા વેરિઅન્ટની તુલનામાં વધારે સંક્રામક છે. જોકે રસી લીધા બાદ તેની અસર ઘટી જાય છે.
નવી દિલ્હીઃ દેશભરમાં હાલમાં જ લેવામાં આવેલ નમૂનાના જીનોમ સિક્વન્સિસથી જાણવા મળ્યું છે કે, ડેલ્ટા વેરિઅન્ટ નવા કોરોનાના કેસનું મુખ્ય કારણ છે. ઇન્ડિયન SARS-CoV2 જીનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG)એ કહ્યું કે, આ વાતના પુરતા પુરાવા છે કે રસી વાયરસ વિરૂદ્ધ ઉચ્ચસ્તરીય સુરક્ષા આપે છે.
ડેલ્ટા વેરિઅન્ટ બીજા વેરિઅન્ટની તુલનામાં વધારે સંક્રામક છે. જોકે રસી લીધા બાદ તેની અસર ઘટી જાય છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના હાલના અધ્યયન અનુસાર કોરોના રસી લીધા બાદ લગભગ 9.8 ટકા કેસમાં હોસ્પિટલમાં ભરતી કરવાની જરૂરત પડી હતી અને મૃત્યુ દર લગભગ 0.4 ટકા હતો.
સંક્રમણ ઘટાડવા માટે રસીકરણ અને નિયમોનું પાલન જરૂરી
રસીકરણનું મહત્ત્વ અને માસ્કના ઉપયોગ, સામાજિક અંતર અને યોગ્ય રીતે સ્વચ્છતા રાખવા પર ભાર મુકતા INSACOGએ કહ્યું કે, “સમગ્ર દેશમાં ડેલ્ટાનો પ્રકોપ નિરંતર છે. જનસંખઅયાનો એક ભાગ પર તેની ખરાબ અસર થઈ છે. સંક્રમણને ઘટાડવા માટે રસીકર અને પબ્લિક હેલ્થ ઉપાય મહત્ત્વપૂર્ણ છે.”
ભારતની બહાર પણ ડેલ્ટા વૈશ્વિત સ્તર પર સૌથી ઝડપથી વધી રહેલ વેરિઅન્ટ છે. તેમાં દક્ષિણ પૂર્વ એશિયા પણ સામેલ છે જ્યાં વૈશ્વિક સ્તરે નવા કેસમાં સૌથી વધારે વૃદ્ધિ જોવા મળી રહી છે. જોકે વધારે રસીકરણ વાળા સિંગાપુર જેવા દેશમાં તેનો વધારે પ્રકોપ જોવા નથી મળ્યો.
અનેક રાજ્યમાં વધી રહ્યા છે કેસ
બ્રિટેન, યૂએસ અને ભારતમાં વાયરસના મોટાભાગના મ્યૂટેશન સામે આવ્યા છે પંરતુ વેરિઅન્ટ ઓફ કન્સર્ન (વીઓસી) ભારતમાં ખૂબ જ ઓછું છે. દેશમાં કેરળ અને મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં કેસ ઝડપથી વધી રહ્યા છે. જ્યારે રાજસ્થાન અને પૂર્વોતતર રાજ્યોના અનેક જિલ્લામાં પણ હાઈ પોઝિટિવીટી રેટ જોવા મળી રહ્યો છે.
87% કેસમાં ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમણ
ડેલ્ટા વેરિઅન્ટ (B1617.2), પ્રથમ વખત ભારતમાં મળી આવ્યું હતું અને હવે વિશ્વભરમાં ફેલાઈ રહ્યું છે. ભારતમાં મે અને જૂમાં જીનોમ સીક્વેન્સિંગમાં 87 ટકા કેસ ડેલ્ટા વેરિઅન્ટના સામે આવ્યા હતા. યૂએસ સીડીસી અનુસાર, અમેરિકામાં 83 ટકા કેસનું કારણ ડેલ્ટા વેરિઅન્ટ છે.