શોધખોળ કરો
Advertisement
નાગરિકતા કાયદાની વિરૂદ્ધમાં RJDનું બિહાર બંધ, ઘણા જિલ્લાઓમાં પ્રદર્શન શરૂ
નાગરિકતા કાયદાની વિરૂદ્ધમાં આજે આરજેડીએ બિહાર બંધનું એલાન કર્યું છે. જહાનાબાદ, દગભંગા, વૈશાલી સહિત ઘણા જિલ્લાઓમાં પ્રદર્શન શરૂ થયા છે.
પટના: નાગરિકતા કાયદાની વિરૂદ્ધમાં આજે આરજેડીએ બિહાર બંધનું એલાન કર્યું છે. જહાનાબાદ, દગભંગા, વૈશાલી સહિત ઘણા જિલ્લાઓમાં પ્રદર્શન શરૂ થયા છે. રાજધાની પટનામાં હાલ શાંતિ છે. પટના રેલવે સ્ટેશન પર કોઈને પ્રદર્શન કરવાની મંજૂરી નથી આપવામાં આવી. પટનાના રાજેંદ્ર નગર રેલવે સ્ટેશન પર પ્રદર્શનકારીઓ પહોંચે તેવી શક્યતાને લઈને પ્રશાસને સ્ટેશન પરિસરમાં સુરક્ષામાં વધારો કર્યો છે.
દરભંગાના ગંજ ચોકમાં હજારો આરજેડી કાર્યકર્તાઓએ આગ લગાવી કુશેશ્વરસ્થાન મુખ્ય રોડને જામ કરી દિધો છે જેના કારણે હજારો ગાડીઓ રસ્તા પર ફસાઈ ગઈ છે. નીતીશ કુમારે નિવેદન આપતા કહ્યું હતું કે બિહારમાં એનઆરસી લાગૂ કરવામાં નહી આવે. નીતીશ કુમારે કહ્યું અલ્પસંખ્યકોએ ડરવાની જરૂર નથી. જ્યાં સુધી અમે શાસનમાં છીએ ત્યાં સુધી તેમની સાથે કંઈ ખોટુ કરવામાં નહી આવે.Bihar: RJD (Rashtriya Janata Dal) workers hold protest in Darbhanga. RJD has called a bandh in Bihar today against the #CitizenshipAmendmentAct. pic.twitter.com/sQIKBoRQuD
— ANI (@ANI) December 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement