શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્ર: તસ્કરોએ એટીએમ મશીન તોડી 13 લાખની લૂંટ ચલાવી
મુંબઈની નજીક થાણેમાં આ એટીએમ લૂંટની ઘટના બની છે. તસ્કરોએ એટીએમ મશીન તોડી 13 લાખ રૂપિયાની લૂંટ કરી છે.
થાણે: બેંકો તરફથી એટીએમ મશીનની સુરક્ષા વ્યવસ્થાને લઈને થઈ રહેલી લાપરવાહીના કારણે એટીએમ લૂંટની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. દેશના અનેક એટીએમ મસીન પર સુરક્ષા વ્યવસ્થાની કોઈ વ્યવસ્થા નથી. અહીં ન તો કોઈ સુરક્ષા કર્મચારી છે કે નથી સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા. બેંકોની આ લાપરવાહીના ફાયદો તસ્કરો ઉઠાવી રહ્યા છે.
આ પ્રકારની લૂંટનો વધુ એક મામલો સામે આવ્યો છે. મુંબઈની નજીક થાણેમાં આ એટીએમ લૂંટની ઘટના બની છે. તસ્કરોએ એટીએમ મશીન તોડી 13 લાખ રૂપિયાની લૂંટ કરી છે. થાણે જિલ્લાના શાહપુરના આસન ગામમાં લાગેલા એક્સિસ બેંકના એટીએમ પર આ લૂંટની ઘટના બની છે. આ એટીએમ પર ન તો સીસીટીવી કેમરા લગાવવામાં આવ્યા હતા કે ન તો સુરક્ષાકર્મી હાજર હતા. આ જ ફાયદો તસ્કરોએ ઉઠાવ્યો હતો.
હાલ તો થાણે પોલીસે આ લૂંટની ઘટના મામલે અજાણ્યા શખ્સો સામે લૂંટની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસને વિશ્વાસ છે કે તે જલ્દી લૂંટારુઓ સુધી પહોંચશે. પોલીસે તેના માટે એક ખાસ ટીમ પણ બનાવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion