શોધખોળ કરો

Vande Bharat Express: હવે રશિયાની કંપની બનાવશે વંદે ભારત ટ્રેન, લગાવી હતી સૌથી ઓછી બોલી

આ સ્થિતિમાં TMH-RVNL એ BHEL-Titagarh વેગન કરતાં ઓછી બોલી લગાવી હતી

દેશને અત્યાર સુધીમાં દસ વંદે ભારત ટ્રેન મળી છે. તે કુલ લક્ષ્ય (200 લાઇટવેટ વંદે ભારત)થી દૂર છે. જો કે દેશમાં વંદે ભારત ટ્રેનો પર સતત કામ ચાલી રહ્યું છે. ઘણી કંપનીઓએ તેમના ઉત્પાદન અને જાળવણી પ્રોજેક્ટ્સ માટે બોલી લગાવી છે. આમાં, રશિયન ફર્મ ટ્રાન્સમેશહોલ્ડિંગ (TMH) અને રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL) વચ્ચેના સંયુક્ત સાહસે 200 હળવા વજનની વંદે ભારત ટ્રેનોના ઉત્પાદન અને જાળવણી માટે સૌથી ઓછી બોલી લગાવી છે.

એજન્સીના સમાચાર અનુસાર, કન્સોર્ટિયમે લગભગ 58,000 કરોડ રૂપિયાની બોલી લગાવી છે, જેમાં એક ટ્રેન સેટ બનાવવાની કિંમત 120 કરોડ રૂપિયા છે. જે ICF-ચેન્નઈ દ્વારા બનાવવામાં આવેલી છેલ્લી વંદે ભારત ટ્રેનની કિંમત પ્રતિ સેટ 128 કરોડ રૂપિયા કરતાં ઓછી છે. બીજી સૌથી નીચી બિડ ટીટાગઢ-ભેલની હતી, જેણે એક વંદે ભારતના ઉત્પાદનની કિંમત રૂ. 139.8 કરોડ દર્શાવી હતી.

આ સ્થિતિમાં TMH-RVNL એ BHEL-Titagarh વેગન કરતાં ઓછી બોલી લગાવી હતી. જે દર્શાવે છે કે રશિયન કંપની ભારતીય બજારમાં પ્રવેશવા માટે ઉત્સુક છે. આના પરથી એવું માની શકાય છે કે આગામી વંદે ભારત ટ્રેનો હવે રશિયન ફર્મ ટ્રાન્સમાશોલ્ડિંગ (TMH) અને રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL) દ્વારા બનાવવામાં આવશે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ બે કંપનીઓ ઉપરાંત, ફ્રેન્ચ રેલવે કંપની અલ્સટૉમ, સ્વિસ રેલવે રોલિંગ સ્ટોક ઉત્પાદક સ્ટેડલર રેલ અને હૈદરાબાદ સ્થિત મીડિયા સર્વો ડ્રાઇવ્સ કન્સોર્ટિયમ મેધા-સ્ટેડલર, BEML અને સિમેન્સ પણ વંદે ભારત પ્રોજેક્ટ માટે બિડિંગમાં સામેલ હતા. આ કોન્ટ્રાક્ટ રૂ. 58,000 કરોડનો છે. જેમાં 200 વંદે ભારત ટ્રેનોનું ઉત્પાદન અને આગામી 35 વર્ષ સુધી તેની જાળવણીનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે વંદે ભારત એક સેમી-હાઈ-સ્પીડ ટ્રેન છે, જેમાં 16 સ્વ-સંચાલિત કોચનો સમાવેશ થાય છે, જે એક અલગ લોકોમોટિવની જરૂરિયાતને દૂર કરે છે. વંદે ભારત ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેમાં જીપીએસ આધારિત માહિતી સિસ્ટમ, સીસીટીવી કેમેરા, વેક્યૂમ આધારિત બાયો ટોયલેટ, ઓટોમેટિક સ્લાઈડિંગ ડોર સહિતની તમામ સુવિધાઓ છે. નવી સુવિધાઓથી સજ્જ, નેક્સ્ટ જનરેશન વંદે ભારત 2.0 ટ્રેનમાં કવચ (ટ્રેન કોલિઝન અવોઇડન્સ સિસ્ટમ)ની સુવિધા છે.

આ ટ્રેનોમાં વધુ સારી બેઠક, એર કન્ડીશનીંગમાં એન્ટી-બેક્ટેરિયલ સિસ્ટમ અને માત્ર 140 સેકન્ડમાં 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવાની ક્ષમતા છે. 2021-22ના બજેટમાં કેન્દ્ર સરકારે 2024-25ના અંત સુધીમાં ભારતમાં 400 વંદે ભારત ટ્રેનો બનાવવાનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assembly Elections 2024 Live: 'પોતાના અને બાળકોના મજબૂત ભવિષ્ય માટે કરો મતદાન...', પ્રિયંકા ગાંધીએ મતદારોને કરી અપીલ

Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર

IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ

Vitamin B12: શરીરમાં વિટામીન B12ની ઉણપ છે તો ભૂલથી પણ ના ખાવી જોઇએ આ ચીજો
Vitamin B12: શરીરમાં વિટામીન B12ની ઉણપ છે તો ભૂલથી પણ ના ખાવી જોઇએ આ ચીજો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assembly Elections 2024 Live: 'પોતાના અને બાળકોના મજબૂત ભવિષ્ય માટે કરો મતદાન...', પ્રિયંકા ગાંધીએ મતદારોને કરી અપીલ
Assembly Elections 2024 Live: 'પોતાના અને બાળકોના મજબૂત ભવિષ્ય માટે કરો મતદાન...', પ્રિયંકા ગાંધીએ મતદારોને કરી અપીલ
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
Vitamin B12: શરીરમાં વિટામીન B12ની ઉણપ છે તો ભૂલથી પણ ના ખાવી જોઇએ આ ચીજો
Vitamin B12: શરીરમાં વિટામીન B12ની ઉણપ છે તો ભૂલથી પણ ના ખાવી જોઇએ આ ચીજો
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 

Embed widget