શોધખોળ કરો
Advertisement
દેશનું આ રાજ્ય કોરોના સામે લડતા ડોક્ટર નર્સ પેરા મેડિકલ સ્ટાફને આપશે ડબલ પગાર, જાણો વિગત
હરિયાણામાં ભાજપની સરકાર છે.
ચંદીગઢઃ કોરોનાવાયરસ સામેની લડત નિર્ણાયક તબક્કામાં પ્રવેશી છે. આ લડતમાં મેડિકલ સ્ટાફની ભૂમિકા મહત્વની છે ત્યારે હરિયાણા સરકારે કોરોનાવાયરસ સામેની લડતમાં ફ્રન્ટ વોરિયર્સ એવા ડોક્ટર્સ, નર્સીસ, પેરા મેડિકલ સ્ટાફ અને અન્યોને બમણો પગાર આપવાની જાહેરાત કરી છે.
હરિયાણામાં ભાજપની સરકાર છે. રાજ્યના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે રાજ્યમાં વિવિધ જિલ્લામાંથી મેડિકલ સંગઠનોના વડા, જિલ્લા આયુર્વેદિક અધિકારીઓ અને અન્યો સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. તેમની કામગીરીની પ્રસંશા કર્યા પછી તેમણે બમણો પગાર આપવાની આ જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું કે કોરોના વાઈરસ સામેની લડત ચાલુ રહે ત્યાં સુધી આ લડાઈમાં તેમજ કોરોના દર્દીઓની સારવારમાં પ્રત્યક્ષ રીતે સામે ડોક્ટર્સ, નર્સીસ, પેરામેડિકલ સ્ટાફ, ચોથા વર્ગના કર્મચારીઓ, એમ્બ્યુલન્સ સ્ટાફ, ટેસ્ટિંગ લેબ સ્ટાફનો પગાર બમણો કરી દેવાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
અમદાવાદ
દેશ
Advertisement