શોધખોળ કરો

એરસ્ટ્રાઇકને લઇને સામ પિત્રોડાએ ઉઠાવ્યા સવાલ, કહ્યું- કેટલાક લોકોની ભૂલની સજા આખા PAKને આપવી યોગ્ય નથી

નવી દિલ્હીઃ દેશમાં હાલમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. તમામ પક્ષ પોતાની રીતે મતદારોને આકર્ષવા માટે મહેનત કરી રહ્યા છે. પરંતુ આ વચ્ચે ગાંધી પરિવારના નજીકના વ્યક્તિ અને ઇન્ડિયન ઓવરસીઝ કોગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ પુલવામા હુમલાને લઇને નિવેદન આપ્યું છે. એટલું જ નહી તેમણે પુલવામા  હુમલા બાદ ભારતીય એરફોર્સે કરેલી એરસ્ટ્રાઇક પર પણ સવાલ ઉઠાવ્યા છે. પિત્રોડાએ કહ્યું કે, પુલવામા હુમલા માટે આખા પાકિસ્તાન પર આરોપ લગાવવો યોગ્ય નથી. સાથે તેમણે મુંબઇ હુમલા માટે આખા પાકિસ્તાનને દોષિત ઠેરવવું યોગ્ય નથી તેવું પણ કહ્યું હતું. નોંધનીય છે કે  14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલા બાદ સમગ્ર દેશમાં રોષ ફેલાયો ગયો અને સરકાર પર કાર્યવાહીનું દબાણ હતું. હુમલાના જવાબમાં ભારતીય સૈન્યએ પીઓકેમાં બાલાકોટમાં ઘૂસીને જૈશ-એ-મોહમ્મદના અડ્ડાઓ ધ્વસ્ત કરી દીધા હતા. ગાંધી પરિવારના નજીકના મનાતા સામ પિત્રોડાએ એરસ્ટ્રાઇક પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, મે ન્યૂયોર્ક ટાઇમ્સ અને અન્ય ન્યૂઝપેપર્સમાં છપાયેલા રિપોર્ટ અંગે વધુ જાણવા માંગુ છું. હું વાસ્તવમાં હુમલો કરવામાં આવ્યો હતો? આપણે ખરેખર 300 લોકોને માર્યા છે? મોદી સરકારને ઘેરતા પિત્રોડાએ કહ્યું કે, જો તમે કહેતા હોય કે 300 લોકો માર્યા ગયા છે તો તમામ ભારતીયોને આ અંગે જાણવાની જરૂર છે. વિશ્વ મીડિયામાં ‘કોઇ નથી મર્યું’ તેવા રિપોર્ટ આવતા ભારતીય નાગરિક તરીકે મને ખોટું લાગી રહ્યું છે. સામ પિત્રોડાએ પુલવામા હુમલા અંગે કહ્યું કે, હુમલા અંગે હું કાંઇ વધુ જાણતો નથી. આ મુંબઇ હુમલા જેવો જ હતો. આ સમયે આપણે જવાબ આપ્યો હતો. પરંતુ તે યોગ્ય રીત નથી. પુલવામા હુમલા અંગે આખા પાકિસ્તાન પર આરોપ લગાવવો યોગ્ય નથી. કેટલાક લોકોની ભૂલની સજા આખા દેશને આપવી જોઇએ નહીં. આ જ રીતે મુંબઇમાં આઠ લોકો આવે છે અને હુમલો કરી દે છે. આ માટે આખા દેશને (પાકિસ્તાન) પર આરોપ લગાવવો યોગ્ય નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

વિડિઓઝ

Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Embed widget