શોધખોળ કરો

SP Uttar Pradesh Manifesto: અખિલેશ યાદવે જાહેર કર્યો સમાજવાદી પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો, UP ની જનતાને કર્યા આ મોટા વાયદા 

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે મંગળવારે લખનઉમાં ઉત્તર પ્રદેશ માટે પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો.

Samajwadi Party Manifesto For Uttar Pradesh:    સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે મંગળવારે લખનઉમાં ઉત્તર પ્રદેશ માટે પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો. ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનોની જાહેરાત કરતા અખિલેશે કહ્યું કે તમામ પાક માટે MSP આપવામાં આવશે. આ ઉપરાંત તેમણે જાહેરાત કરી હતી કે જો સરકાર બનશે તો શેરડીના ખેડૂતોને 15 દિવસમાં ચૂકવણી કરવામાં આવશે. આ દરમિયાન તેમણે કહ્યું કે સમાજવાદી પાર્ટીનો મેનિફેસ્ટો સત્યતા અને અટલ વચનો પર નિર્ભર છે.

મેનિફેસ્ટોની મોટી વાતો

12 પાસ બાળકોને મફતમાં લેપટોપ આપવામાં આવશે.

ઘરેલું વપરાશ માટે 300 યુનિટ વીજળી મફતમાં આપવામાં આવશે.

સરકારી નોકરીઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાનું વચન.

કારીગર બજારની સ્થાપના કરવામાં આવશે.

તમામ પાક માટે MSPની જાહેરાત કરવામાં આવી છે

શેરડીના ખેડૂતોને 15 દિવસમાં ચુકવણી.

4 વર્ષમાં ખેડૂતોને દેવામાંથી મુક્તિ મળશે, દેવા મુક્તિનો કાયદો બનશે.

2 એકરથી ઓછી ખેતી કરનારાઓને મફત ખાતર.

ખેડૂતોના આંદોલન દરમિયાન શહીદ થયેલા જવાનોના પરિજનોને 25 લાખ.

બીપીએલ પરિવારોને દર વર્ષે 2 સિલિન્ડર.

શહેરી રોજગાર ગેરંટી કાયદો બનાવવામાં આવશે.

1090ને ફરીથી મજબૂત કરશે, ઈમેલ વોટ્સએપ દ્વારા એફઆઈઆરની સિસ્ટમ હશે.

કેજીથી પીજી સુધી કન્યાઓને મફત શિક્ષણ.

વૃદ્ધોને 18 હજાર રૂપિયા પેન્શન આપવાનું વચન.

સમાજવાદી કરિયાણું શરૂ થશે, 10 રૂપિયામાં મળશે ભોજનની થાળી.

1890 કામદારો વીજલાઈનની શરુઆત કરશે

નાના ખેડૂતોને 2 બેગ ડીએપી અને 5 બેગ યુરિયા આપવામાં આવશે.

સમાજવાદી પેન્શન યોજના અને કન્યા વિદ્યાધન યોજના ફરી શરૂ કરવામાં આવશે.

4 વર્ષમાં ખેડૂતોને દેવામાંથી મુક્તિ મળશે, દેવા મુક્તિનો કાયદો બનશે.

વર્તમાન અને નવા ઉદ્યોગ માટે સિંગલ રૂફ ક્લિયરન્સ સિસ્ટમ બનાવવામાં આવશે.

યુપીમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 10 ફેબ્રુઆરીએ મતદાન થશે

તમને જણાવી દઈએ કે યુપી સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આવામાં પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 10 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી છે, જેના કારણે ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણી પ્રચારમાં તમામ પક્ષો પોતપોતાના હિસાબે મતદારોને રીઝવવામાં લાગેલા છે. નોંધનીય છે કે ઉત્તર પ્રદેશ વિધાનસભામાં કુલ 403 વિધાનસભા બેઠકો છે. યુપીમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશે અને તેનું પરિણામ 10 માર્ચે જાહેર કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget