Sanjay Raut On Congress: સંજય રાઉતનો દાવો- કેંદ્રમાં 2024માં ગઠબંધનની સરકાર બનશે, જેમાં કૉંગ્રેસ.....
સત્તાધારી ભારતીય જનતા પાર્ટી પર કટાક્ષ કરતા શિવસેનાના સાંસદ સંજય રાઉતે શનિવારે કહ્યું, કે 2024માં કેન્દ્રમાં ગઠબંધન સરકાર આવશે જેમાં કોંગ્રેસ પ્રબળ પક્ષ હશે.
Sanjay Raut On Congress: સત્તાધારી ભારતીય જનતા પાર્ટી પર કટાક્ષ કરતા શિવસેનાના સાંસદ સંજય રાઉતે શનિવારે કહ્યું, કે 2024માં કેન્દ્રમાં ગઠબંધન સરકાર આવશે જેમાં કોંગ્રેસ પ્રબળ પક્ષ હશે. પુણે પ્રેસ ક્લબ દ્વારા આયોજિત જેએસ કરંદીકર મેમોરિયલ લેક્ચર આપ્યા પછી, રાઉતે કહ્યું, "કોંગ્રેસ વગર કોઈ સરકાર બનાવી શકે નહી જે દેશની મુખ્ય અને ઊંડા મૂળવાળી પાર્ટી છે. કોંગ્રેસ પણ મુખ્ય વિરોધ પક્ષ છે. અન્ય પક્ષો પ્રાદેશિક છે.
ભાજપ ઘણા દાયકાઓ સુધી સત્તામાં રહેશે તે સંબંધમાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરના નિવેદન વિશે પૂછવામાં આવતા સંજય રાઉતે કહ્યું, કે ભાજપ ભારતીય રાજકારણમાં રહેશે, પરંતુ એક વિરોધ પક્ષ તરીકે. "ભાજપ દાવો કરે છે કે તે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. જો વિશ્વની સૌથી મોટી પાર્ટી ચૂંટણી હારી જશે તો તે વિરોધ પક્ષ બની જશે. ઉદાહરણ તરીકે મહારાષ્ટ્રમાં ભાજપ 105 ધારાસભ્યો સાથે મુખ્ય વિરોધ પક્ષ છે.
ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ વિશે બોલતા સંજય રાઉતે કહ્યું, "હાલમાં અમે દાદરા, નગર હવેલી અને ગોવામાં ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. યુપી ચૂંટણીમાં હજુ સમય છે. અમે યુપીમાં નાના ખેલાડી છીએ પરંતુ અમે ચૂંટણી લડીશું.
આર્યન ખાન 27 દિવસ બાદ આખરે જેલમાંથી મુક્ત
27 દિવસ બાદ આખરે આજે આર્યન ખાન જેલમાંથી મુક્ત થયો. પુત્ર આર્યન ખાનને લેવા માટે શાહરૂખ ખાનના બોડી ગાર્ડ રવિ આર્થર રોડ જેલ પહોંચ્યાં હતા. બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન આજે 27 દિવસ બાદ મુંબઈની આર્થર રોડ જેલમાંથી બહાર આવ્યો. શાહરૂખ ખાનના બોડી ગાર્ડ આર્યનને લેવા માટે આર્થર રોડ જેલની બહાર પહોંચ્યાં હતા. ગઇ કાલે જુહી ચાવલા આર્યનની જમાનતી બની હતી અને સિયોરિટી આપી હતી
મન્નતની બહાર ફેન્સની ભીડ જોવા મળી હતી. ફેન્સ આર્યનને વેલકમ કરવા એકઠા થઇ ગયા હતા. એક સાધુ બાબા પણ અહીં મન્નતના ગેટ પાસે પહોંચ્યાં હતા અને તે હનુમાન ચાલીસાના પાઠ કરતાં જોવા મળ્યાં હતા.
સુપર સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન કુલ 27 દિવસ બાદ ઘરે પરત ફરી રહ્યાં છે. મન્નતમાં ખુશીનો માહોલ છે.NDPS કોર્ટેના જજે આર્યન ખાનના વકીલને પૂછ્યું ડિટેલ ઓર્ડર તો તેના જવાબમાં સતીષ માનશિંદે જણાવ્યું કે, અમારી પાસે ઓપરેટિવ ઓર્ડર છે. જામીન માટે ડિટેલ ઓર્ડરની કોપીકોર્ટમાં સબમિટ કરવી જરૂરી છે. જજે જણાવ્યું હતું કે, કોર્ટમાં 5:30 પહેલા ડિટેલ કોપી જમા કરવાની રહેશે નહિ તો આર્યનની જામીનમાં મુશ્કેલી આવી શકે છે. જો કે તેવું જ થયું હતું આ કોપી સમયસર ન પહોંચતા તેમને આજે જામીન મળ્યાં છે.