આપનું SBIમાં અકાઉન્ટ હોય તો થઇ જાવ સતર્ક, થઇ શકે છે આ મુશ્કેલી
ભારતીય સ્ટેટ બેન્કની ડિજિટલ સેવા લગભગ દર મહિને થોડા સમય માટે બંધ થાય છે. સપ્ટેમ્બરમાં બેન્કની બધી જ ડિજિટલ સેવા બે વખત બંધ થઇ ગઇ હતી.
![આપનું SBIમાં અકાઉન્ટ હોય તો થઇ જાવ સતર્ક, થઇ શકે છે આ મુશ્કેલી Sbi digital service including internet banking yono app and upi will be down for few hours till Monday આપનું SBIમાં અકાઉન્ટ હોય તો થઇ જાવ સતર્ક, થઇ શકે છે આ મુશ્કેલી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/08/c78aad8e1d2ef2a66e6b26e715f531b3_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભારતીય સ્ટેટ બેન્કની ડિજિટલ સેવા લગભગ દર મહિને થોડા સમય માટે બંધ થાય છે. સપ્ટેમ્બરમાં બેન્કની બધી જ ડિજિટલ સેવા બે વખત બંધ થઇ ગઇ હતી. જુલાઇ અને ઓગસ્ટમાં પણ આ જ સ્થિતિ સર્જાય હતી.
ડિજિટલ ટ્રાન્જેકશન પર નિર્ભર રહેતા લોકો માટે આ ખરાબ સમાચાર છે. દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઇ(SBI)ની ઇન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરતા લોકો માટે શનિવારથી સોમવાર સુધી મુશ્કેલી પડી શકે છે. દેશની યૂપીઆઇ સર્વિસ(UPI) અને યોનો એપ પણ ત્રણ કલાક સુધી બંધ રહેશે. જેના પગલે એસબીઆઇના 44 કરોડ ગ્રાહકોને પરેશાની ઉઠાવી પડશે.
ભારતીય સ્ટેટ બેન્કે આ મામલે ટ્વિટ કર્યું છે. બેન્કે કહ્યું કે, શનિવાર, રવિવાર, અને સોમવારે તેમને કેટલીક સેવા કેલાક થોડા કલાક સુધી બંધ રહેશે. આ સેવાઓમાં ઇન્ટરનેટ બેન્કિંગ, યોનો લાઇટ, યોનો બિઝનેસ અને યુપીઆઇ સામેલ છે. આ તમામ સેવા ત્રણ દિવસ સુધી ત્રણ કલાક સુધી બંધ રહેશે.
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે MPC એટલે કે નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં લીધેલા નિર્ણયોની જાહેરાત કરી છે. નિર્ણયોની જાણકારી આપતા તેમણે જણાવ્યું હતું કે આરબીઆઈએ સમગ્ર દેશમાં ઓફલાઇન મોડમાં રિટેલ ડિજિટલ પેમેન્ટ માટે એક માળખું રજૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
ઇન્ટરનેટ વગર પણ કરી શકાશે રૂપિયાની લેવડ-દેવડ
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે MPC એટલે કે નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં લીધેલા નિર્ણયોની જાહેરાત કરી છે. નિર્ણયોની જાણકારી આપતા તેમણે જણાવ્યું હતું કે આરબીઆઈએ સમગ્ર દેશમાં ઓફલાઇન મોડમાં રિટેલ ડિજિટલ પેમેન્ટ માટે એક માળખું રજૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
ઇન્ટરનેટ કનેક્શન સમસ્યાઓના કિસ્સામાં પેમેન્ટ કરવામાં મદદ કરશે
RBI એ જાહેરાત કરી હતી કે ઓફલાઇન પેમેન્ટ સિસ્ટમ દેશભરમાં ઉપલબ્ધ કરાશે. જાહેરાત મુજબ, જે ગ્રાહકો ઇન્ટરનેટ કનેક્ટિવિટી સમસ્યાઓનો સામનો કરે છે તેઓ યુપીઆઇ, આઇએમપીએસ, આરટીજીએસ વગેરે જેવા ઓનલાઇન મોડનો ઉપયોગ કરીને ચુકવણી કરવામાં અસમર્થ છે. તેઓ હવે ચૂકવણી કરવા માટે ઓફલાઈન પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરી શકશે.
નિવેદન અનુસાર, વિકાસલક્ષી અને નિયમનકારી નીતિઓ પર 6 ઓગસ્ટ 2020 ના નિવેદનમાં એક યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આમાં નવીન ટેકનોલોજીના પાયલોટ પરીક્ષણો કરવાના હતા, જેમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી ઓછી હોય અથવા ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં પણ રિટેલ ડિજિટલ પેમેન્ટ કરી શકાશે. આ યોજના અંતર્ગત દેશના વિવિધ ભાગોમાં સપ્ટેમ્બર 2020 થી જૂન 2021 દરમિયાન ત્રણ પાયલટનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું. આમાં જાણવા મળ્યું કે આવા ઉકેલો ખાસ કરીને દૂરના વિસ્તારોમાં રજૂ કરી શકાય છે. પાયલોટમાંથી મેળવેલ અનુભવ અને ઉત્તમ પ્રતિસાદને ધ્યાનમાં લેતા, તેણે દેશભરમાં ઓફલાઇન મોડમાં રિટેલ ડિજિટલ પેમેન્ટ કરવા માટે એક માળખું રજૂ કરવાની દરખાસ્ત કરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)