શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
SC/ST એક્ટમાં તત્કાલ ધરપકડ પર રોકનો મામલો, SCએ ત્રણ જજોની બેન્ચને મોકલી સરકારની પુન:વિચાર અરજી
જસ્ટિસ અરૂણ મિશ્રા અને જસ્ટિસ ઉદય યૂ લલિતની બેન્ચે કહ્યું, “આ મામલાને આગામી સપ્તાહમાં ત્રણ ન્યાયાધીશોની બેન્ચ સમક્ષ રજૂ કરવામાં આવશે.” આ મામલે આગામી અઠવાડિયામાં સુનાવણી થશે.
નવી દિલ્હી: એસી/એસટી એક્ટમાં તત્કાલ ધરપકડ પર રોક લગાવવાના નિર્ણય સામે સરકારની પુન:વિચાર અરજી સુપ્રીમ કોર્ટે ત્રણ જજોની બેન્ચને મોકલી દીધી છે. આ મામલે આગામી અઠવાડિયામાં સુનાવણી થશે. જસ્ટિસ અરૂણ મિશ્રા અને જસ્ટિસ ઉદય યૂ લલિતની બેન્ચે કહ્યું, “આ મામલાને આગામી સપ્તાહમાં ત્રણ ન્યાયાધીશોની બેન્ચ સમક્ષ રજૂ કરવામાં આવશે.”
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની પુન:વિચાર અરજી પર પોતાનો નિર્ણય 1 મે ના રોજ સુરક્ષિત રાખતા ટિપ્પણી કરી હતી કે દેશમાં કાયદો જાતિવિહીન અને એકસમાન હોવો જોઈએ. કેન્દ્રએ 20 માર્ચના નિર્ણય પર પુન:વિચાર કરવા પર જોર આપતા કહ્યું હતું કે તેનાથી સમસ્યાઓ વધી થશે જેથી તેના પર ફરી વિચાર કરવો જોઈએ. કોર્ટના આ નિર્યણ બાદ દેશભરમાં અનૂસૂચિત જાતિ અને જનજાતિના સંગઠનોએ મોટા પાયે વિરોધ પ્રદર્શન કર્યં હતું.
આ સંગઠનોએ સુપ્રીમ કોર્ટમાં પુન:વિચાર અરજી પર ચુકાદો આવે ત્યાં સુધી સંશોધીત કાયદા પર રોક લગાવવાનો અનુરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ નિર્ણયમાં કંઈ ખોટું થયું હોય તો તેને પુન:વિચાર અરજીના માધ્યમથી સુધારી શકાય છે. સુપ્રીમ કોર્ટે 30 ઓગસ્ટે સંશોધિત કાયદા પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો હતો. આ સંશોધિત કાયદો આગોતરા જામીનની વ્યવસ્થાને સમાપ્ત કરવાની જોગવાઈને આપવા સંબંધિત હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion