શોધખોળ કરો
Advertisement
NEET અને JEE પરીક્ષા રોકવાને લઇને સુપ્રીમ કોર્ટનો ઇન્કાર, કહ્યું- શું દેશમાં બધુ રોકી દેવામાં આવે?
સુનાવણી દરમિયાન સુ્પ્રીમ કોર્ટે કહ્યું કે શું દેશમાં બધુ રોકી દેવામાં આવે? એક કિંમતી વર્ષને આમ જ બરબાદ થઇ જવા દેવાય? અરજીકર્તાના વકીલે સ્વાસ્થ્યને ખતરાનો હવાલો આપ્યો. પરંતુ કોર્ટે અરજી ફગાવતા કહ્યું કે-સુનાવણીની જરૂર નથી
નવી દિલ્હીઃ NEET અને JEE પરીક્ષા રોકવાને લઇને સુપ્રીમ કોર્ટે ઇન્કાર કરી દીધો છે. કોરોનાને ધ્યાનમાં રાખીને IIT-NEET અને JEE પરીક્ષાને સ્થગિત કરવાની માંગ વાળી એક અરજીને આજે કોર્ટે ફગાવી દીધી છે. અરજીમાં કોરોનાના ધ્યાનમાં પરીક્ષાને ટાળવાની માંગ કરવામાં આવી હતી. JEE (મેઇન)ની પરીક્ષા 1 થી 6 સપ્ટેમ્બરની વચ્ચે અને NEET પરીક્ષા 13 સપ્ટેમ્બરે યોજાવવાની છે.
સુનાવણી દરમિયાન સુ્પ્રીમ કોર્ટે કહ્યું કે શું દેશમાં બધુ રોકી દેવામાં આવે? એક કિંમતી વર્ષને આમ જ બરબાદ થઇ જવા દેવાય? અરજીકર્તાના વકીલે સ્વાસ્થ્યને ખતરાનો હવાલો આપ્યો. પરંતુ કોર્ટે અરજી ફગાવતા કહ્યું કે-સુનાવણીની જરૂર નથી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી માટે હજાર થયેલા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, પરીક્ષા કરાવવી જરૂરી છે.
11 વિદ્યાર્થીઓ તરફથી સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં કહેવાયુ હતુ કે JEE (મેઇન)ની પરીક્ષા 1 થી 6 સપ્ટેમ્બરની વચ્ચે અને NEET 13 સપ્ટેમ્બરે કરાવવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ હજુ પરિસ્થિતિ સામાન્ય નથી. કોર્ટ દેશમાં કોરોનાની સ્થિતિ સુધરવા સુધી પરીક્ષાનુ આયોજન ના કરવાનો આદેશ આપે.
નોંધનીય છે કે, દેશભરમાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ નીટ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. આ પરીક્ષા ભારતના ચિકિત્સા મહાવિદ્યાલયોમાં પ્રવેશ મેળવવાનો રસ્તો છે. વળી નવ લાખથી વધુ વિદ્યાર્થીઓએ JEE મેઇન પરીક્ષા માટે અરજી કરી છે, જેના દ્વારા ભારતીય પ્રદ્યોગિકી સંસ્થાઓ (આઇઆઇટી)ને છોડીને દેશના અન્ય એન્જિનીયરિંગ કૉલેજોમાં પ્રવેશ હોય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion