શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Farmers Protest: સિંઘુ બૉર્ડર પર સ્થાનિક લોકો અને ખેડૂતો વચ્ચે હોબાળો, પોલીસે કર્યો લાઠીચાર્જ
સિંઘુ બોર્ડર પર પ્રદર્શનકારી ખેડૂતો અને સ્થાનિકો વચ્ચે ભારે હોબાળો થયો છે.
નવી દિલ્હી: સિંઘુ બોર્ડર પર પ્રદર્શનકારી ખેડૂતો અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ છે. બન્ને પક્ષો વચ્ચે ઝપાઝપી પણ થઈ છે અને પોલીસ લોકો પર લાઠીચાર્જ કરી રહી છે. સિંઘુ બોર્ડર પર ચાલી રહેલા ઘર્ણણ વચ્ચે એસએચઓને તલવાર વાગી છએ અને તેઓ ઘાયલ થઈ ગયા છે.
સ્થાનિક લોકો શુક્રવારે સવારથી જ ખેડૂત આંદોલનકારીઓ વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા અને હાઈવે ખાલી કરવાની માંગ કરી હતી. બન્ને જૂથો વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે પથ્થરમારો પણ થયો, પોલીસે લાઠીચાર્જ કર્યો અને પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ ઘર્ષણમાં અનેક લોકો અને પોલીસકર્મી ઘાયલ થઈ ગયા છે.
દિલ્લીમાં લાલ કિલ્લા પર થયેલી હિંસા બાદ ખેડૂત આંદોલનના બે ફાટા પડ્યા હતા. જો કે ખેડૂત નેતા રાકેશ ટિકૈતના આંસુઓથી ફરીથી ખેડૂત આંદોલનમાં યુ ટર્ન આવ્યો છે. ગઈકાલે મોડી રાત્રથી ગાઝીપુર બોર્ડર પર ફરીથી ખેડૂતો પરત ફરી રહ્યાં છે. મોડી રાત્રે પોલીસ ફોર્સને પરત બોલાવાઈ હતી. કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની સરહદ પર ખેડૂતો છેલ્લા બે મહિનાથી પ્રદર્શન કરી રહ્યાં છે અને આ કાયદાને પરત લેવાની માંગ કરી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion