શોધખોળ કરો

Second Earth: નાસાને મળી ગઇ બીજી પૃથ્વી, અહીં જીવનના પણ મળ્યા સંકેત

અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ આવા ઘણા ગ્રહોની ઓળખ કરી છે. જો કે, અત્યાર સુધી કોઈ પણ ગ્રહ વિશે નક્કર રીતે કહેવામાં આવ્યું નથી કે અહીં જીવન શક્ય છે

Second Earth News: માનવીઓ હંમેશા માનતા આવ્યા છે કે આ બ્રહ્માંડમાં પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ નથી જ્યાં જીવન છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ જગ્યામાં ઘણા ગ્રહો છે જ્યાં જીવન અસ્તિત્વ ધરાવે છે. દાયકાઓથી, વૈજ્ઞાનિકો એવા ગ્રહોની શોધ કરી રહ્યા છે જે પૃથ્વી જેવા હોય અને જ્યાં જીવન શક્ય હોય. અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ આવા ઘણા ગ્રહોની ઓળખ કરી છે. જો કે, અત્યાર સુધી કોઈ પણ ગ્રહ વિશે નક્કર રીતે કહેવામાં આવ્યું નથી કે અહીં જીવન શક્ય છે. પરંતુ હવે નાસાને એક એવા ગ્રહ વિશે જાણવા મળ્યું છે જ્યાં જીવનની સંભાવના ઘણી વધારે છે.

કયો છે તે ગ્રહ - 
અમે જે ગ્રહ વિશે વાત કરી રહ્યા છીએ તે પૃથ્વીથી કેટલાય પ્રકાશ વર્ષ દૂર છે અને આ એક્સૉપ્લેનેટને K2-18b નામ આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, આ ગ્રહની શોધ જેમ્સ વેબ ટેલિસ્કૉપ દ્વારા કરવામાં આવી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ગ્રહ પૃથ્વી કરતા 8.6 ગણો મોટો છે. નાસાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ હાઈસીન એક્સૉપ્લેનેટ છે. આ ગ્રહ કેતુ-18ની આસપાસ ફરે છે જે પૃથ્વીથી 120 પ્રકાશ વર્ષ દૂર છે.

આ ગ્રહ પર છે સાગર ?
નાસાના વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ ગ્રહ હાઇડ્રૉજન સમૃદ્ધ વાતાવરણથી ઢંકાયેલો હોવાની શક્યતા છે. એટલે કે મહાસાગરો અહીં હોઈ શકે છે. નાસાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ગ્રહ પર જીવનની ઘણીબધી શક્યતાઓ છે. આ માટે નાસાએ તેની ઓફિશિયલ વેબસાઈટ પર લખ્યું છે કે આ ગ્રહ પરથી મળેલા સંકેતો મનુષ્ય માટે રહેવા યોગ્ય છે. જોકે, તે પૃથ્વીથી એટલો દૂર છે કે મનુષ્યને અહીં પહોંચવામાં હજુ ઘણો સમય લાગી જશે, પરંતુ એ વાતને નકારી શકાય નહીં કે ભવિષ્યમાં મનુષ્ય આવા અનેક ગ્રહો સુધી પહોંચી શકશે.

ધીમે-ધીમે સમુદ્રમાં સમાઇ રહ્યું છે દુનિયાનું આ મોટું શહેર, NASAએ કર્યો ખુલાસો

આજે દુનિયાના તમામ દેશો વિકાસની બાબતમાં બીજા કરતા આગળ રહેવા માંગે છે. તે પોતાના દેશનો એટલો વિકાસ કરવા માંગે છે કે તે આખી દુનિયામાં પ્રખ્યાત થઈ જાય. દરેક વ્યક્તિએ પોતાના વિકાસ સામે ઝૂકવું જોઈએ, તેમાં કોઈ શંકા નથી કે આજના યુગમાં કેટલાય દેશોએ અજોડ વિકાસ કર્યો છે. પરંતુ વિશ્વ જે ઝડપથી વિકાસ કરી રહ્યું છે તે સાથે અનેક પ્રકારની ચિંતાઓ અને સમસ્યાઓ વધવા લાગી છે. નાસાના વૈજ્ઞાનિકોએ હાલમાં જ એક સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, વિશ્વના સૌથી સુંદર શહેરોમાંનું એક ન્યૂયોર્ક ધીમે ધીમે જમીનમાં ધસી રહ્યું છે, અને તેની જમીન ધીમે ધીમે દરિયામાં જઇ રહી, ન્યૂયોર્ક સમુદ્રમાં ડુબી જવાની અણી પર પહોંચ્યુ છે. વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં જણાવ્યું કે ન્યૂયોર્ક દરિયામાં ઈંચ-ઈંચ ડૂબી રહ્યું છે અને દર વર્ષે આ પ્રક્રિયા 1.6 એમએમના દરે થતી જોવા મળી રહી છે, જે ચિંતાનો વિષય છે. હવે સવાલ એ થાય છે કે આવું કેમ થઈ રહ્યું છે? ન્યૂયોર્ક આ ગંભીર દૂર્ઘટનાનો સામનો કેમ કરી રહ્યું છે?

નાસાએ કર્યો કારણનો ખુલાસો 
નાસાએ તે કારણ પણ જાહેર કર્યું છે જેના કારણે ન્યૂયોર્ક સિટી જમીન ધીમે ધીમે ધસી રહી છે, અને તે સમુદ્રમાં ડૂબી રહ્યું છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે ન્યૂયોર્કનો વિકાસ ઝડપથી થયો છે. અહીં ઘણી ગગનચુંબી ઇમારતો છે અને વિશાળ માત્રામાં કોંક્રિટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. આ જ કારણ છે કે આ શહેર ડૂબી રહ્યું છે. આ સ્ટડી સધર્ન કેલિફૉર્નિયામાં નાસાની જેટ પ્રૉપલ્શન લેબૉરેટરી અને ન્યૂ જર્સીની રુટગર્સ યૂનિવર્સિટીના સંશોધકોની ટીમ દ્વારા સાયન્સ એડવાન્સિસમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.

સમુદ્રમાં સમાઇ રહ્યાં છે આ વિસ્તારો 
વૈજ્ઞાનિકોએ શહેરના કેટલાક વિસ્તારોની ઓળખ કરી છે જે 1.6 મીમીના દરે ઝડપથી દરિયામાં ડૂબી રહ્યા છે. આ વિસ્તારોમાં લાગાર્ડિયા એરપોર્ટ, આર્થર એશે સ્ટેડિયમ અને કૉની આઇલેન્ડનો સમાવેશ થાય છે. સ્ટડી કહે છે કે ન્યૂયોર્ક એક ગ્લેશિયર પર છે, તે ધીમે ધીમે સંકોચાઈ રહ્યું છે. તેના સંકોચનને કારણે ભૂસ્ખલનની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આ ગ્લેશિયરના સંકોચાઈ જવાને કારણે આર્થર એશે સ્ટેડિયમ અને લાગાર્ડિયાના રનવે દર વર્ષે 4.6 થી 3.7 મિલીમીટરના દરે સમુદ્રમાં ડૂબી રહ્યા છે. આ આખા શહેરમાં સેંકડો ઊંચી ઇમારતો છે. આ ઈમારતોનું વજન ઘણું વધારે છે, જેના કારણે ધરતીને આનો ભાર સહન કરવો પડી રહ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Advertisement
ABP Premium

વિડિઓઝ

TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Share Market Today: શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો, 5 લાખ કરોડ વધી રોકાણકારોની સંપત્તિ
Share Market Today: શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો, 5 લાખ કરોડ વધી રોકાણકારોની સંપત્તિ
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Embed widget