શોધખોળ કરો

2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર

Degrees For Indians: ખાસ કરીને આ અભ્યાસક્રમો વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતના ક્ષેત્રો સાથે સંબંધિત છે

Degrees For Indians:  જો તમે 2025માં વિદેશમાંથી માસ્ટર ડિગ્રી મેળવવા માંગતા હોવ તો તમારે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ વિશે પણ વિચારવું જોઈએ. રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટનો અમારો મતલબ એ છે કે જેટલા રૂપિયા અભ્યાસ અને રહેવા-જમવા પાછળ ખર્ચ કર્યો છે તેટલા રૂપિયા તમે અભ્યાસ પછી નોકરી કરીને મેળવી શકો છો કે નહીં. આ કારણોસર વિદેશમાં આવા અભ્યાસક્રમોનો અભ્યાસ કરવો મહત્વપૂર્ણ છે, જે પૂર્ણ કર્યા પછી તમે સારા પગાર સાથે નોકરી મેળવી શકો છો.

માસ્ટર ડિગ્રી પસંદ કરતા પહેલા એ નક્કી કરવું જરૂરી છે કે તે પૂર્ણ થયા પછી તમને નોકરીની તકો મળશે, શું તમારી કારકિર્દીમાં પ્રગતિ થશે કે તમને મોટો પગાર મળશે? કેટલાક માસ્ટર કોર્સ પણ છે જેનો અભ્યાસ કર્યા પછી સારો પગાર મળવો લગભગ નિશ્ચિત છે. ખાસ કરીને આ અભ્યાસક્રમો વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતના ક્ષેત્રો સાથે સંબંધિત છે. આવી સ્થિતિમાં ચાલો આજે જાણીએ તે પાંચ કોર્સ વિશે જેનો તમે 2025માં અભ્યાસ કરી શકો છો અને ખૂબ જ મોટો પગાર મેળવી શકો છો.

માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA)

MBA એ શ્રેષ્ઠ માસ્ટર ડિગ્રી છે જે તમે મેળવી શકો છો. આનો અભ્યાસ કર્યા પછી તમને માત્ર સારી નોકરી જ નથી મળતી પરંતુ ઘણા ઉદ્યોગોમાં નોકરીની તકો છે. આ પ્રોજેકટ મેનેજર, ડિરેક્ટર, સીઈઓ, બોર્ડ મેમ્બર અને ઉદ્યોગસાહસિક સહિત કારકિર્દીના ઘણા માર્ગો ખોલે છે.

માસ્ટર ઓફ સાયન્સ ઇન નર્સિંગ

હેલ્થકેર સેક્ટરમાં કરિયર બનાવવાનું વિચારતા વિદ્યાર્થીઓ નર્સિંગમાં માસ્ટર ઓફ સાયન્સનો કોર્સ કરી શકે છે. અમેરિકામાં આ કોર્સનો અભ્યાસ કરીને તમને લાખો રૂપિયાનો પગાર મળશે. જો કે, આ માટે તમારે પહેલા નર્સિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવવી પડશે અને પછી રાજ્ય પરીક્ષા પાસ કરવી પડશે, તો જ તમને લાયસન્સ મળશે.

માસ્ટર ઇન ઇકોનોમિક્સ-ફાઇનાન્સ

ઇકોનોમિક્સ અને ફાઇનાન્સમાં અનુસ્નાતક કરી રહેલા વિદ્યાર્થીઓ સરળતાથી મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, અર્થશાસ્ત્રી, ઓડિટર અને બેન્કર તરીકે નોકરી મેળવી શકે છે. વરિષ્ઠ બેંકર તરીકે તમને અમેરિકા જેવા દેશોમાં 1,59,000 ડોલર (1.34 કરોડ રૂપિયા)નો વાર્ષિક પગાર મળશે.

માસ્ટર ઓફ સાયન્સ ઇન કોમ્પ્યુટર સાયન્સ

કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવવાથી તમને નોકરીના ઘણા વિકલ્પો મળશે. તમે સિનિયર સૉફ્ટવેર અથવા વેબ ડેવલપર, સાયબર સિક્યુરિટી મેનેજમેન્ટ, બિઝનેસ ઇન્ટેલિજન્સ અને કમ્પ્યુટર ફોરેન્સિક્સ જેવી ભૂમિકાઓમાં કામ કરી શકો છો. આગામી વર્ષોમાં અમેરિકામાં આ ક્ષેત્રમાં લાખો નોકરીઓ જોવા મળશે.

 માસ્ટર ઇન હેલ્થ ઇન્ફોર્મેટિક્સ

આ કોર્સનો અભ્યાસ કરીને તમે હેલ્થકેર સેક્ટરમાં ઉપયોગમાં લેવાતી કોમ્પ્યુટર સિસ્ટમ્સને સમજી શકશો. તમને શીખવવામાં આવશે કે કેવી રીતે દર્દીના ડેટાને સારી રીતે મેનેજ કરી શકાય અને કેવી રીતે હેલ્થકેરને સુધારી શકાય. આ ક્ષેત્રને લગતી નોકરીઓમાં પગાર એક કરોડથી વધુ છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલHun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Share Market Today: શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો, 5 લાખ કરોડ વધી રોકાણકારોની સંપત્તિ
Share Market Today: શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો, 5 લાખ કરોડ વધી રોકાણકારોની સંપત્તિ
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Myths Vs Facts: સોયા મિલ્ક ગર્ભવતી મહિલા માટે ખતરનાક છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય?
Myths Vs Facts: સોયા મિલ્ક ગર્ભવતી મહિલા માટે ખતરનાક છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય?
Embed widget