શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
31 ડિસેમ્બરને લઈ દેશના આ શહેરમાં કલમ 144 લાગુ રહેશે, પોલીસ કમિશનરે આપી જાણકારી
31 ડિસેમ્બરે સાંજે 6 વાગ્યાથી લઈને 1 જાન્યુઆરી સવારના 6 વાગ્યા સુધી કલમ 144 લાગુ રહેશે.
બેંગલુરૂ: કર્ણાટકા સરકારમાં મંત્રી બસવરાજ બોમ્મઈએ કહ્યું કે આ વખતે રાજ્યમાં જાહેર સ્થળો ઉપર નવા વર્ષની ઉજવણી નહી કરવામાં આવે. તેમણે કહ્યું બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે, એવામાં કાળજી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બ્રિટનથી કર્ણાટક આવેલા 27 લોકો અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત મળી આવ્યા છે.
જ્યારે કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં 31 ડિસેમ્બરે સાંજે 6 વાગ્યાથી લઈને 1 જાન્યુઆરી સવારના 6 વાગ્યા સુધી કલમ 144 લાગુ રહેશે. બેંગલુરૂ પોલીસ કમિશનર કમલ પંતે આ વાતની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે એમજી રોડ, ચર્ચ સ્ટ્રીટ, બ્રિગેડ રોડ, કોરમંગલા અને ઈન્દિરાનગરમાં નો મેન ઝોન બનાવવામાં આવશે. પબ, બાર, રેસ્ટોરન્ટ માટે પહેલા થી જ જેમની પાસે કૂપન હશે તેમને મંજૂરી આપવામાં આવશે.
કર્ણાટકમાં સોમવારે કોરોના વાયરસના 653 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં સંક્રમણના 9,16,909 કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં આઠ લોકોના સંક્રમણના કારણે મૃત્યુ થયા બાદ કુલ મૃત્યુઆંક 12,070 પર પહોંચી ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion