(Source: ECI/ABP News/ABP Majha)
Moosewala Case: સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસના માસ્ટરમાઈન્ડને લવાશે ભારત, અઝરબૈજાન ગઈ સુરક્ષા એજન્સીઓની ટીમ
પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા હત્યા કેસના આરોપીઓમાંથી એક ગેંગસ્ટર સચિન બિશ્નોઈની ધરપકડ કરવા માટે સુરક્ષા એજન્સીઓની એક ટીમ અઝરબૈજાન મોકલવામાં આવી છે.
Sidhu Moosewala Murder Case: પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા હત્યા કેસના આરોપીઓમાંથી એક ગેંગસ્ટર સચિન બિશ્નોઈની ધરપકડ કરવા માટે સુરક્ષા એજન્સીઓની એક ટીમ અઝરબૈજાન મોકલવામાં આવી છે. સચિન બિશ્નોઈ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભત્રીજો છે. ગયા વર્ષે મે મહિનામાં મુસેવાલાની હત્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. સચિન નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને દેશ છોડીને ભાગી ગયો હતો.
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ આજે રાત સુધીમાં અઝરબૈજાન પહોંચે તેવી શક્યતા છે. સચિન બિશ્નોઈના ભારત પ્રત્યાર્પણને સુનિશ્ચિત કરવા માટે મદદનીશ પોલીસ કમિશનર (ACP) અને કાઉન્ટર ઈન્ટેલિજન્સ યુનિટના બે ઈન્સ્પેક્ટર સહિત ચાર અધિકારીઓની સંયુક્ત ટીમને કામ સોંપવામાં આવ્યું છે.
સચિન બિશ્નોઈને અઝરબૈજાનમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો
સચિન બિશ્નોઈને સિદ્ધુ મૂઝવાલા મર્ડર કેસનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે. તેની ધરપકડ અને પ્રત્યાર્પણ સાથે હત્યા કેસમાં ઘણા મહત્વના ખુલાસા થવાની આશા છે. થોડા દિવસો પહેલા સચિન બિશ્નોઈની અઝરબૈજાનમાં અટકાયત કરવામાં આવી હતી. હવે ભારતીય સુરક્ષા એજન્સીઓના જવાથી તેને ભારત પરત લાવવાની પ્રક્રિયા ઝડપી થવાની આશા છે.
ગયા વર્ષે મુસેવાલાની હત્યા કરવામાં આવી હતી
પંજાબના માણસા જિલ્લામાં 29 મે, 2022ના રોજ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય ગોલ્ડી બરાર ફેસબુક પોસ્ટમાં સ્વીકાર્યું હતું કે તેણે બદલો લેવા માટે હત્યાની યોજના બનાવી હતી. સચિન બિશ્નોઈ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભત્રીજો છે. ગયા વર્ષે મે મહિનામાં મુસેવાલાની હત્યા બાદ તે ફરાર થઈ ગયો હતો.
લોરેન્સ બિશ્નોઈએ ખુલાસો કર્યો હતો
આ બાબત અંગે લોરેન્સ બિશ્નોઈએ જેલમાંથી એબીપી ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં કબૂલાત કરી હતી કે તેની ગેંગે તેના એક સાથીની હત્યાનો બદલો લેવા મુસેવાલાની હત્યા કરી હતી. બિશ્નોઈએ કહ્યું હતું કે ગોલ્ડી બરારે આ હત્યાનો પ્લાન બનાવ્યો હતો. ગોલ્ડી બરાર હાલ ફરાર છે.
પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની પંજાબના માણસામાં હત્યા કરવામાં આવતા પંજાબ સહિત સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો હતો. પંજાબ પોલીસ પણ છેલ્લા એક વર્ષથી આ કેસમાં તમામ પ્રકારની તપાસ કરી રહી છે.
https://t.me/abpasmitaofficial