PM મોદીની સુરક્ષામાં ચૂક, 20 મિનિટ સુધી ફસાયો કાફલો
પીએમ મોદીની આ મુલાકાત તાજેતરમાં સમાપ્ત થયેલા ખેડૂતોના આંદોલન અને આ વર્ષે યોજાનારી પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી.
ફિરોઝપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી રદ કરવામાં આવી છે. વરસાદનું કારણ જણાવવામાં આવી રહ્યુ છે. જો કે આ દરમિયાન ઘણી જગ્યાએ હોબાળો થયો હતો. બીજેપી કાર્યકરોનો આરોપ છે કે તેમના પર જગ્યાએ જગ્યાએ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે પણ રોકવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ પોલીસનો આરોપ છે કે ભાજપના કાર્યકરો અરાજકતા ફેલાવી રહ્યા છે.
દરમિયાન કેન્દ્રીય મંત્રી અશ્વની શર્માએ આરોપ લગાવ્યો કે પંજાબ સરકાર વડાપ્રધાનને સુરક્ષા આપી શકી નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મંચ પરથી રેલી રદ કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે કેટલાક કારણોસર પીએમ આવી શક્યા નથી. આ રેલી આગળ હશે અને પીએમ મોદી તમને મળવા ચોક્કસ આવશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ મોદીની સુરક્ષામાં મોટી ખામી જોવા મળી છે. વાસ્તવમાં પીએમ મોદી વિમાન દ્વારા ભટિંડા પહોંચ્યા હતા. અહીંથી તેમનો કાફલો રોડ માર્ગે રવાના થયો હતો, જેને કથિત રીતે કેટલાક લોકોએ વચ્ચેથી અટકાવ્યો હતો. પીએમ લગભગ 20 મિનિટ રાહ જોતા રહ્યા. જે બાદ પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો.
Security breach in PM Narendra Modi's convoy near Punjab's Hussainiwala in Ferozepur district. The PM's convoy was stuck on a flyover for 15-20 minutes. pic.twitter.com/xU8Jx3h26n
— ANI (@ANI) January 5, 2022
કાર્યક્રમ અનુસાર પીએમ મોદી પંજાબના ફિરોઝપુરમાં 42,750 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવા આવી રહ્યા હતા. વડાપ્રધાન કાર્યાલય (PMO) અનુસાર, PM બપોરે ફિરોઝપુર પહોંચવાના હતા. પીએમ મોદીની આ મુલાકાત તાજેતરમાં સમાપ્ત થયેલા ખેડૂતોના આંદોલન અને આ વર્ષે યોજાનારી પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી. પીએમ મોદીની આ રેલી દ્વારા ભાજપ પંજાબમાં ચૂંટણી શંખનાદ ફૂકવાનું હતું.