શોધખોળ કરો
Advertisement
જો શિવસેના-કોગ્રેસ અને NCPની સરકાર બનશે તો તે લાંબા સમય સુધી નહી ચાલી શકેઃ નિતિન ગડકરી
નિતિન ગડકરીએ કહ્યું કે, જો શિવસેના-એનસીપી-કોગ્રેસની સરકાર બની જાય છે તો પણ લાંબા સમય સુધી ચાલી શકશે નહીં.
મુંબઇઃ મહારાષ્ટ્રમાં કોગ્રેસ, એનસીપી અને શિવસેના એક સાથે મળીને સરકાર બનાવવા તૈયાર છે. સૌથી મોટા પક્ષ છતાં ભાજપ સરકાર બનાવવામાં અસમર્થ છે. આ બધા વચ્ચે કેન્દ્રિય મંત્રી અને ભાજપના પૂર્વ અધ્યક્ષ નિતિન ગડકરીએ મોટું નિવેદન આપ્યું છે. નિતિન ગડકરીએ કહ્યું કે, જો શિવસેના-એનસીપી-કોગ્રેસની સરકાર બની જાય છે તો પણ લાંબા સમય સુધી ચાલી શકશે નહીં.
ગડકરીએ કહ્યું કે, કોગ્રેસ , એનસીપી અને શિવસેના વચ્ચે વિચારધારાનું અંતર છે. જો આ સરકાર બનશે તો પણ વધુ સમય સુધી ચાલી શકે નહીં. કોગ્રેસ, શિવસેના અને એનસીપી ગઠબંધન અવસરવાદી છે. જો મહારાષ્ટ્રને અસ્થિર સરકાર મળશે તો એ સારું ગણાશે નહીં.
નોંધનીય છે કે નિતિન ગડકરીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મહારાષ્ટ્રમાં શિવસેના, કોગ્રેસ અને એનસીપીના ગઠબંધન પર ફાઇનલ નિર્ણય આવી શકે છે. શુક્રવારે સાંજે ત્રણેય પાર્ટીઓના નેતાઓ બેઠક કરશે અને ગઠબંધન પર કોઇ નિર્ણય કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion