‘શિક્ષિત પત્ની ફક્ત ભરણપોષણ માટે બેરોજગાર ના રહી શકે’: ઓડિશા હાઇકોર્ટે
છૂટાછેડાના એક કેસમાં ઓડિશા હાઇકોર્ટે મોટો નિર્ણય આપ્યો છે

છૂટાછેડાના એક કેસમાં ઓડિશા હાઇકોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે જો પત્ની શિક્ષિત હોય તો તે પતિ પર ભરણપોષણ માટે દબાણ કરી શકતી નથી. ઓડિશા હાઈકોર્ટે આ કેસમાં ફેમિલી કોર્ટ દ્વારા નક્કી કરાયેલ ભરણપોષણની રકમ પણ ઘટાડી દીધી હતી. કોર્ટે કહ્યું કે જો પત્ની શિક્ષિત હોય અને તેની પાસે નોકરીનો અનુભવ હોય તો તે પોતાના પતિ પાસેથી ભરણપોષણનો દાવો કરવા માટે ઘરે બેસી શકતી નથી. તેણે કામ કરવું જોઈએ.
Law Doesn't Appreciate Educated Wife Sitting Idle & Seeking Maintenance From Husband: Orissa High Courthttps://t.co/ONOFi23c57
— Live Law (@LiveLawIndia) February 13, 2025
કોર્ટે શું કહ્યું?
જસ્ટિસ ગૌરીશંકર સતપતીએ કેસની સુનાવણી કરતી વખતે કહ્યું હતું કે, “કાયદો એવી પત્નીઓની કદર કરતો નથી જે એટલા માટે નિષ્ક્રિય રહે છે જેથી ફક્ત તેમના પતિઓ પર ભરણપોષણનો બોજ નાખી શકે. જો તે સારી અને ઉચ્ચ લાયકાત હોવા છતાં કામ કરવાનો પ્રયાસ ન કરે તો તે યોગ્ય નથી. કોર્ટે કહ્યું હતું કે, "CrPC ની કલમ 125 હેઠળ કાયદાનો હેતુ એવી પત્નીઓને રાહત આપવાનો છે જે પોતાનું ભરણપોષણ કરવામાં અસમર્થ છે અને જેમની પાસે તેમના જીવનનિર્વાહ માટે પૂરતી આવક નથી."
ભરણપોષણની રકમમાં પણ ઘટાડો કર્યો
આ કેસમાં પતિને રાહત આપતી વખતે હાઇકોર્ટે ફેમિલી કોર્ટ દ્વારા નક્કી કરાયેલ ભરણપોષણની રકમમાં પણ ઘટાડો કર્યો છે. કોર્ટે ભરણપોષણની રકમ 8,000 રૂપિયાથી ઘટાડીને 5,000 રૂપિયા પ્રતિ માસ કરી દીધી હતી. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે પત્નીએ પતિને મદદ કરવી જોઈએ. જો પત્ની નોકરી કરવા સક્ષમ હોય અથવા નોકરીનો અનુભવ ધરાવતી હોય તો તે ભરણપોષણની રકમ માટે પતિ પર આધાર રાખી શકતી નથી.
‘પત્નીની સહમતિ વિના અકુદરતી જાતીય સંબંધ બાંધવો ગુનો નહીં’, કોર્ટે આપ્યો ચુકાદો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
